Bipperjoy/ વાવાઝોડું આફત પણ અને રાહત પણ

બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ માટે આફત તો છે, પરંતુ તેની સાથે-સાથે રાહત પણ લઈ આવ્યું છે. કોઈને પણ આશ્ચર્ય થાય કે વાવાઝોડાની આફત તો ખરી પણ રાહત કઈ. રાહત એ સ્વરૂપમાં કે તેના લીધે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડો પવન ફૂંકાવવા માંડ્યો છે અને વરસાદ પડવા માંડ્યો છે.

Top Stories Gujarat
Bipperjoy 4 1 વાવાઝોડું આફત પણ અને રાહત પણ

બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ માટે Bipperjoy આફત તો છે, પરંતુ તેની સાથે-સાથે રાહત પણ લઈ આવ્યું છે. કોઈને પણ આશ્ચર્ય થાય કે વાવાઝોડાની આફત તો ખરી પણ રાહત કઈ. રાહત એ સ્વરૂપમાં કે તેના લીધે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડો પવન ફૂંકાવવા માંડ્યો છે અને વરસાદ પડવા માંડ્યો છે. તેના લીધે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે. આના પગલે સૌરાષ્ટ્રના મહત્વના જિલ્લાની પરિસ્થિતિની સમીક્ષા કરતા નીચેના હાલ જાણવા મળે છે.

તાલાળા ગીરઃ ગીર સોમનાથ જિલ્લાના Bipperjoy તાલાલા ગીર તથા સાસણ પટ્ટીમાં આજે સવારથી પવનના જોરદાર સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ ઝાપટાથી માંડીને એકાદ ઈંચ સુધીનો પડી ગયો છે.અનેક વિસ્‍તારોમાં રસ્‍તા ઉપરથી પાણી વહેતા થયા હતા. ગરમી માંથી લોકોને રાહત મળી હતી.

જામનગરઃ જામનગરના બેડી બંદર ઉપર આજે Bipperjoy અતિ ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવતા ચિંતા પ્રસરી ગઇ છે. આજે જામનગરમાં મહતમ તાપમાન 38.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 29.4 ડિગ્રી ભેજ 68 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 15 કિ.મી. રહી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્‍છમાં વાવાઝોડાની અસર દેખાઈ છે.ᅠ પવનના જોરદાર સુસવાટા ફૂકાઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર – સાસણ પટ્ટીમાં ઝાપટા થી માંડીને એક ઇંચ વરસાદ વરસ્‍યો છે પવનના જોરદાર સૂસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે સવારથી ગિરનાર રોપ-વે બંધ છે.

જુનાગઢઃ ભારે પવન ફૂંકાતા આજે સતત બીજા દિવસે Bipperjoy ગિરનાર રોપવે બંધ રાખવામાં આવ્‍યો છે. આજે પણ ગિરનાર રોપ-વે ભારે પવનના કારણે બંધ રાખવામાં આવેલ છે.

માણાવદરઃ સમગ્ર સૌરાષ્‍ટ્રમાં વાવાઝોડાની અસર ઠેર-ઠેર Bipperjoy દેખાય છે ત્‍યારે માણાવદર પંથકમાં પણ આ વાવાઝોડાની અસર શરૂ થઇ છે. આજે બપોરથી જ ભારે પવન ફુકાય રહ્યો છે. ઠેર-ઠેર વરોળીફા અને વૃક્ષો ભારે પવનના કારણે ઝુકી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ભારે ગરમીથી પશુ-પક્ષી અને માનવ જિંદગી ત્રસ્‍ત છે ત્‍યારે આજના વાવાઝોડાની અસરથી મહદ અંશે ફુંકાય રહેલ છે ગરમીથી રાહત થઇ છે. લોકો ખુલ્લા મેદાન અને મંદિરમાં જઇને ગરમીથી બચવા અને રાહત મેળવવા પ્રયત્‍નો થઇ રહ્યા છે ત્‍યારે આજે ફુંકાયેલો ભારે પવનથી ઠેર-ઠેર વાવાઝોડાની અસર વર્તાય રહી છે. હાલ કોઇ નુકશાનીના સમાચારો પ્રાપ્‍ત નથી.

જામકંડોરણાઃ બિપરજોપ વાવાઝોડાની અસરના પરિણામે Bipperjoy જામકંડોરણામાં આજે વહેલી સવારે વરસાદનું હળવું જાપટું પડી ગયું હતું.

આ પણ વાંચોઃ બિપરજોય/ સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રતિ કલાક 125 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ પોરબંદરમાં વિનાશની શરૂઆત, ભાટિયા બજારમાં જર્જરિત મકાન ધરાશાયી: યુવકનું મોત

આ પણ વાંચોઃ બિપરજોય/ પ્રચંડ ગતિથી આગળ વધતુ બિપરજોયઃ દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવાયા

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ સાયક્લોન બિપરજોય ગુજરાત માટે આટલો મોટો ખતરો કેમ, ગામડાઓ ખાલી કરવા સિવાય સરકારની શું છે તૈયારી?

આ પણ વાંચોઃ North Korea Suicide/ ઉત્તર કોરિયામાં વધી રહેલા આત્મહત્યા કેસ મામલે તાનાશાહ કિંમ જોગે જાહેર કર્યું આ ફરમાન,જાણો