Khambhalia/ ખંભાળિયાના સેવાભાવી અગ્રણીની સુપુત્રી આસ્થા બરછાની ગૌરવપૂર્ણ સિદ્ધિ

ઇસરોના ચેરમેન ડો. સોમનાથના હસ્તે ભવ્ય સન્માન

Gujarat Others
YouTube Thumbnail 2023 12 04T135351.160 ખંભાળિયાના સેવાભાવી અગ્રણીની સુપુત્રી આસ્થા બરછાની ગૌરવપૂર્ણ સિદ્ધિ

ખંભાળિયાના પીઢ સેવાભાવી દાતા સદગૃહસ્થ સ્વ.અરવિંદભાઈ બરછાની પૌત્રી અને ખંભાળિયાની શૈક્ષણિક તથા વિવિધ સેવા સંસ્થાઓ સાથે સંકળાયેલા તેમજ ખંભાળિયા લોહાણા મહાજનના ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ પરાગભાઈ બરછાની સુપુત્રી આસ્થા બરછા તાજેતરમાં ગાંધીનગરની પંડિત દિન દયાલ એનર્જી યુનિવર્સિટીમાંથી બીબીએ ઓનર્સ અવ્વલ નંબરે થયેલ છે. જેને યુનિવર્સિટી દ્વારા માર્કેટિંગ વિષયમાં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

અ ખંભાળિયાના સેવાભાવી અગ્રણીની સુપુત્રી આસ્થા બરછાની ગૌરવપૂર્ણ સિદ્ધિ

આ મેડલ તાજેતરમાં ‘ચંદ્રયાન 3’ અને ‘આદિત્ય’ જેવા સફળ પ્રોજેક્ટથી વિશ્વભરમાં જાણીતા બનેલા ઈસરોના ચેરમેન ડો. એસ. સોમનાથના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો હતો.

અ 1 ખંભાળિયાના સેવાભાવી અગ્રણીની સુપુત્રી આસ્થા બરછાની ગૌરવપૂર્ણ સિદ્ધિ

આસ્થા બરછાની આ ઝળહળતી અને નોંધપાત્ર સિદ્ધિ બદલ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ રઘુવંશી જ્ઞાતિના જ્ઞાતિ આગેવાનો વિગેરેએ આવકારીને શુભેચ્છાઓ પાઠવી છે.


whatsapp ad White Font big size 2 4 ખંભાળિયાના સેવાભાવી અગ્રણીની સુપુત્રી આસ્થા બરછાની ગૌરવપૂર્ણ સિદ્ધિ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચો:સુરતમાં અનોખા લગ્ન, રક્તદાન કેમ્પ અને રાષ્ટ્રગીત ગાઈને વરઘોડિયા લગ્નના બંધને બંધાયા

આ પણ વાંચો:પાલનપુરમાં સરકારી નર્સિંગ કોલેજની 10 વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર

આ પણ વાંચો:સિદ્ધપુરના કાત્યોક મેળામાં દુર્ઘટના, બાળકો સહિત ત્રણને ગંભીર ઈજા

આ પણ વાંચો:ચિગાર નામક જંતુ કરડવાથી થતો જીવલેણ રોગનો પહેલો કેસ સુરતમાં નોંધાયો, જાણો શું છે લક્ષણો