ભાર વગરનું ભણતર/ સુરતમાં વિદ્યાર્થીને ભાર વગરનું ભણતર ભણાવતી શાળા

શાળામાં અભ્યાસ કરવા માટે પાઠ્યપુસ્તકો ખૂબ જરૂરી છે.અને તેના માટે મોટા મોટા બેગમાં પાઠ્યપુસ્તકો ભરી શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે શાળા એ જતા હોય છે.

Gujarat Surat
Untitled 229 4 સુરતમાં વિદ્યાર્થીને ભાર વગરનું ભણતર ભણાવતી શાળા

@દિવ્યેશ પરમાર 

Surat  : શાળામાં અભ્યાસ કરવા માટે પાઠ્યપુસ્તકો ખૂબ જરૂરી છે.અને તેના માટે મોટા મોટા બેગમાં પાઠ્યપુસ્તકો ભરી શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે શાળા એ જતા હોય છે.તેવામા અગાઉ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ શાળામાં વિદ્યાર્થીઓ ઓછા પાઠ્યપુસ્તકો રાખે તેવી જાહેરાત કરી હતી.જેને અનુસંધાને નાલંદા શાળ માં ભાર વગરના ભણતર નો પ્રારંભ કરાયો હતો.વિદ્યાર્થી જીવનમાં ભણતર ખૂબ મહત્વનું હોય છે.

Untitled 229 5 સુરતમાં વિદ્યાર્થીને ભાર વગરનું ભણતર ભણાવતી શાળા

જોકે અત્યારના ભણતર પ્રમાણે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું વજન પણ ખૂબ વધી જતું હોય છે.કારણ કે અભ્યાસ માટે પાઠ્યપુસ્તકો ખૂબ જરૂરી છે તેવામા ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ ભાર વગરના ભણતરને લઈ સૂચના તેમજ ગાઈડલાઈન બનાવી હતી.જે અંતર્ગત સુરત ની નાલંદા વિદ્યા સંકુલ દ્વારા વિદ્યાર્થીઓ ને ભાર વગર ના ભણતર માટે એક યોજના બનાવી છે જે અંતર્ગત અઠવાડિયામાં એક વાર વિદ્યાર્થીઓને વગર બેગે કે વગર પાઠ્યપુસ્તકો એ શાળા એ અભ્યાસ કરવા આવવું.

Untitled 229 6 સુરતમાં વિદ્યાર્થીને ભાર વગરનું ભણતર ભણાવતી શાળા

આનો મૂળ હેતુ એ છે કે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું જ્ઞાન તો મળે જ છે પરંતુ અઠવાડિયામાં એક વખત તેમનો માનસિક વિકાસ થાય તે હેતુથી અલગ અલગ પ્રતિયોગીતા તેમજ માર્ગદર્શન મળી રહે સાથે જીવતર જીવવાના મહત્વના પાઠ જે પાઠ્યપુસ્તકોમાં નથી આવતા તે ભણાવવામાં આવે સુરતની આ શાળા દ્વારા વિશેષ પ્રકારના આયોજન થકી શાળાના બાળકોનો બૌદ્ધિક વિકાસ પણ થઈ રહ્યો છે.જેથી શાળાના ઉમદા વિચારોને લઈ વિદ્યાર્થીઓ માં પણ ખુશી જોવા મળે છે.

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા

 આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

 આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત

 આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા