Junagadh/ ગુજરાતના જૂનાગઢમાં દારુડિયાઓ માટે અનોખી વ્યવસ્થા

પાન પાર્લરમાં ચખના સાથે સ્પેશિયલ બેઠક વ્યવસ્થા

Top Stories Gujarat
Beginners guide to 2024 06 22T194211.654 ગુજરાતના જૂનાગઢમાં દારુડિયાઓ માટે અનોખી વ્યવસ્થા

Junagadh News : ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની જ હોય તેવું ઘણા કેસ પરથી સ્પષ્ટ જણાય છે. ઘણીવાર દારૂબંધીના ધજાગરા ઊડતા વીડિયો સામે આવે છે. હજી થોડા દિવસ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલે સુરતના સારોલી પોલીસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે 1 વર્ષથી ધમધમતું મિની બિયર બાર ઝડપી પાડ્યો હતો, જ્યાં નશેડીઓને દીવ-દમણ જેવી ખુલ્લેઆમાં સુવિધા આપવામાં આવતી હતી. આવા એક વીડિયોમાં પાન પાર્લરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે અને દારૂડિયાઓ માટે ચખના સાથે સ્પેશિયલ બેઠકની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું વીડિયોમાં દેખાય છે.

જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં પાન પાર્લરની દુકાનમાં ધોળે દિવસે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે, જેમાં દારૂ પીવા આવતા પ્યાસાઓ માટે નજીકના મકાનમાં જ બાઈટિંગ સાથે બેઠક વ્યવસ્થા પણ આપવામાં આવતી હોવાનું જોવા મળે છે. આ વીડિયો જોતાં જૂનાગઢ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે.

દારૂના વેચાણના આ વીડિયોમાં જોવા મળે છે કે, કોઇ વ્યક્તિ ફોનમાં કેમેરા ચાલુ કરીને આ દુકાન પર જાય છે. જ્યાં દુકાન પર બેઠેલો શખસ અન્ય ગ્રાહકોને દારૂની પોટલીઓ આપતો હોય છે. એને જોઇએ એના માટે ચખનાની પણ વ્યવસ્થા કરેલી છે. નશેડીઓ અહીંથી દારૂની પોટલીઓ લઇને નજીકમાં આવેલા મકાન તરફ જોવા મળે છે, જેમાં કેટલાક લોકો ખૂણેખાંચરે બેઠા બેઠા દારૂ ઢીંચતા નજરે પડે છે.

દારૂના વાઇરલ વીડિયો મામલે DySP હિતેશ ધાંધલ્યા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ વીડિયો મામલે દુકાન અંદર જે દારૂ વેચનાર બૂટલેગરો છે તેમના વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતી જોષીપરા પોલીસચોકીના પી.આઈ અને પીએસઆઈ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે.તેમજ આ મામલે કોઈપણ કસૂરવાર હશે તેના પર કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.

10 દિવસ અગાઉ જ સ્ટેટ મોનિટરિંગ સેલે સુરતના સારોલી પોલીસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે 1 વર્ષથી ધમધમતું મિની બીયર બાર ઝડપી પાડ્યું હતું. જે બિયર બારમાં નશેડીઓને દીવ-દમણ જેવી ખુલ્લેઆમાં સુવિધા આપવામાં આવી હતી. સંચાલકે બિયર બારમાં ગ્રાહકો માટે ફિજ, કૂલર, ટેબલ, ખુરસી સુવિધા રાખી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે સુરતમાં લિસ્ટેડ બૂટલેગર દિલીપ પાટીલ સારોલીમાં સયોના ચાર રસ્તા પાસે ઇંડાં ગલીમાં બીયર બારની માફક દારૂનું પીઠું ચાલી રહ્યો છે. અહીં દારૂ પીવા આવતા ગ્રાહકોને ટેબલ, ખુરસી, ફ્રિજ, પંખા સહિતની સુવિધા પૂરી પડાઇ રહી છે. એ માહિતીના આધારે પોલીસે અહીં દરોડા પાડતાં નાસભાગ મચી ગઇ હતી. એક છાપરાની આડમાં લીલી નેટથી અલગ કંપાર્ટમેન્ટ બનાવી દમણના બિયર બાર જેવી સુવિધા દારૂના અડ્ડા પર કરવામાં આવી હતી. પોલીસે પહેરો ભરતા બે યુવક, દારૂની મજા માણવા આવેલા ગ્રાહકો સહિત 10 જણાને સ્થળ પરથી પકડી પાડ્યા હતા. જ્યાં બાકીના ગ્રાહકો ખેતરમાં નાસી છૂટવામાં સફળ થયા હતા.

બિયર બાર હોય તેમ અહીં સીલિંગ ફેન, ઇલેક્ટ્રિક બલ્બ, ટ્યુબલાઇટ, આઈસ બોક્સ, ફ્રિજ, એર કૂલર, પાણીના જગની સાથોસાથ ચખનામાં ભૂંગળાં, મગની દાળ, દાણા-ચણા, વેફરનાં પેકેટનો જથ્થો, જલજીરાના પેકેટ્સ મળ્યાં હતાં, સાથોસાથ પાણીની બોટલો, કોલ્ડ ડ્રિંક્સની બોટલો, સોડાની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, કાગળની ડિશનાં પેકેટ મળ્યાં હતા . બિયર બારની માફક ખાવા-પીવાની વ્યવસ્થા સાથે અહીં ઓનલાઇન પેમેન્ટની પણ સવલત પૂરી પડાઈ હતી. ફોન-પે અને Paytmના કુલ 7 QR કોડના સ્કેનર મળી આવ્યા હતા. બૂટલેગર બિનધાસ્ત-બેખોફ હોઈ, ઓનલાઇન પેમેન્ટથી ગ્રાહકો પાસે નાણાં સ્વીકારતો હતો.

આરોપી દિલીપે અડ્ડા પર બહાર પહેરો ભરવા માસિક 10-15 હજારના પગારનાા 2 માણસો અને દારૂનું વેચાણ કરવા એક પગારદારને રાખ્યો હતો. અહીં લોખંડના ટેબલ પર 10 મીણિયાના થેલામાંથી ઇંગ્લિશ દારૂની નાની- મોટી 171 બોટલ મળી આવી હતી. દારૂના અડ્ડા પર ગ્રાહકો માટે ઊભી કરવામાં આવેલી સુવિધા જોઇ SMCના અધિકારીઓ ચોંકી ગયા હતા.

રાજુનગરનો દિલીપ રમેશ ઘરટે દારૂનો અડ્ડો ચલાવતો હતો. આ મામલે સારોલી પોલીસમાં ગુનો નોંધાવી બૂટલેગર દિલીપ પાટીલ, જિતુ જિંજાળા, રાજેન્દ્ર, રાહુલ ચંડેલ, મહેન્દ્ર ધરાતે સહિત 7ને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે 61 હજારનો દારૂ, દારૂ-ચખના વેચાણના 72 હજાર, 10 મોબાઇલ, 6 ટૂ-વ્હીલર મળી 5.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગૂ

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર! NTAની આ મોટી પરીક્ષા પણ સ્થગિત