મોટા સમાચાર/ અંતે આપ કોંગ્રેસમાં વિલીન, ભાજપ સામે ગઠબંધનનો તખ્તો તૈયાર

ગુજરાતમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસ સાથે ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડશે. ગુજરાતમાં INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Untitled 69 2 અંતે આપ કોંગ્રેસમાં વિલીન, ભાજપ સામે ગઠબંધનનો તખ્તો તૈયાર
  • ગુજરાતની રાજનિતીના મોટા સમાચાર
  • AAP નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન
  • લોકસભાની ચુંટણી કોંગ્રેસ અને AAP સાથે લડશે
  • લોકસભાની ચુંટણીને લઈને સૌથી મોટા સમાચાર
  • INDIA ગઠબંધન હેઠળ લડશે ચુંટણી

ગુજરાતની રાજનિતીના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસ સાથે ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડશે. ગુજરાતમાં INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ અંગે જાહેરાત કરી છે.

ગુજરાતની તમામ લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરવામા આવી છે. કોંગ્રેસ અને AAP વચ્ચે થશે બેઠકોની વહેંચણી થશે. ઈસુદાન ગઢવીએ કહ્યું, અમે ગઠબંધનમાં ચૂંટણી લડીશું. લોકસભા ચૂંટણીમાં AAP અને કોંગ્રેસ ગઠબંધન કરશે. ગુજરાતમાં AAP અને કોંગ્રેસ ગઠબંધન કરશે.

ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટ ભાજપ શાસનમાં એના નેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાના ભુતકાળમાં પણ દાખલાઓ બન્યા છે. આવશે તો ભાજપ કહેનારાઓ ગુજરાતને કેવી રીતે લૂંટી રહ્યાં છે, એ આપણે સૌ જાણીએ છીએ. તાજેતરમાં જ ભાજપમાં ઉકળતો છરું બહાર આવ્યો છે. જેમાં એવી વાત વહેતી થઈ છે કે, વિવિધ યુનિવર્સિટીના ટેન્ડોરોથી લઈને વિવિધ જગ્યાના કૌભાંડોથી માંડીને જમીન કૌભાંડમાં પણ ભાજપના નેતાના નામ ખુલ્યા છે. અને આ ચર્ચાને પગલે રાજીનામા પણ પડ્યા છે. ગુજરાતની જનતાને ટેક્સના પૈસાનો હિસાબ નથી મળતો અથવા તો તે ટેક્સના પૈસા કોઇ ઉલેચી જાય છે તેના પગલે રાજીનામા પડ્યા હતો તો તેની યોગ્ય તપાસ થવી જોઇએ.

નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીને આશા પ્રમાણે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં પરિણામ મળ્યું નહોતું, પરંતુ પાર્ટીને વિધાનસભામાં એન્ટ્રી કરવાની તક મળી છે. આપે ઈસુદાનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેઓ ચૂંટણી જીતવામાં સફળ નહોતા થયા, આ જ રીતે ગોપાલ ઈટાલિયાને પણ સુરતમાંથી ધાર્યું પરિણામ નહોતું મળ્યું. જોકે, આપે આગામી સમયમાં ચૂંટણીમાં કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખવાની તથા સમીકરણો સમજવાની પ્રયત્નો કર્યા હતા. હવે બન્ને INDIA ગઠબંધનમાં ભાજપને ચેલેન્જ ફેંકીને આપે કંઈક મોટું કરવાની વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ

આ પણ વાંચો:7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!