વિવાદ/ સુરતમાં AAPના કોર્પોરેટરની ચકલી ફુલેકે ચઢી, રાતોરાત યોગી ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન કરી નાખતા વિવાદ

અમદાવાદમાં આવેલા મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલની જગ્યાએ નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું છે જેનો વિવાદ હજુ શમ્યો નથી. પાટીદાર યુવાનો અને સુરત પાસના કાર્યકરો દ્વારા પણ વિરોધ કરીને ક્લેક્ટરને આવેદનપત્ર

Gujarat
dharmesh bhanderi સુરતમાં AAPના કોર્પોરેટરની ચકલી ફુલેકે ચઢી, રાતોરાત યોગી ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન કરી નાખતા વિવાદ

અમદાવાદમાં આવેલા મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલની જગ્યાએ નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું છે જેનો વિવાદ હજુ શમ્યો નથી. પાટીદાર યુવાનો અને સુરત પાસના કાર્યકરો દ્વારા પણ વિરોધ કરીને ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં યોગીચોક ખાતેના યોગી ગાર્ડનનું નામ બદલી પાટીદાર કરવામાં આવતાં નવો વિવાદ જાગ્યો છે. જો કે હાલ તો પાલિકા દ્વારા પાટીદાર નામની જગ્યાએ ફરીથી યોગી ગાર્ડનનું બોર્ડ લગાવી દીધું છે.

Political / રાજ્યની 6 મહાનગર પાલિકાઓને આ તારીખે મળશે નવા મેયર, જનરલ બોર્ડની બેઠકમાં લેવાશે નિર્ણય

મહાનગરપાલિકાએ રાખેલા યોગી ગાર્ડનનું નામ બદલીને નવું પાટીદાર ગાર્ડનનું બોર્ડ મારી દેવામાં આવ્યું છે.

સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી બાદ આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટીએ જીત મેળવતાં જ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો ઉત્સાહમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નંબર 17માં આપના કાઉન્સિલર ચૂંટાયા બાદ આપના કાર્યકરો અને લોકોએ સાથે મળીને રાત્રિના સમયે કાઉન્સિલરને બોલાવ્યા હતા પરંતુ એ ન જઈ શકતા સહતમી આપતા લોકોએ નામ બદલી નાખ્યું હતું. યોગી ચોક વિસ્તારમાં મહાનગરપાલિકાએ જે બગીચો બનાવ્યો હતો. તેનું નામ એકાએક આમ આદમી પાર્ટી દ્વારા બદલી નાખવામાં આવ્યું છે.

ગુજરાત / રાજ્યમાં ખાનગી AMPCની મંજૂરીના પગલે સહકારી APMCના ભાવિ સામે મંડરાતો મોટો ખતરો

patidar garden સુરતમાં AAPના કોર્પોરેટરની ચકલી ફુલેકે ચઢી, રાતોરાત યોગી ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન કરી નાખતા વિવાદ

ગાર્ડનનું નામ મહાનગરપાલિકા દ્વારા યોગી ગાર્ડન કરવામાં આવ્યું હતું. જેને પાટીદાર કોર્પોરેટર ધર્મેશ ભંડેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકોએ સાથે મળીને મોડી રાતે જઈને યોગી ગાર્ડનને પાટીદાર ગાર્ડનનું નામ આપી દીધું હતું. નામને લઈને હવે પોલિટિક્સનો દૌર સુરત શહેરમાં શરૂ થતો જોવા મળી રહ્યો છે.બાદમાં કાઉન્સિલરે કહ્યું કે, અમે હવે પાલિકામાં રજૂઆત કરીને કમિશનર પાસેથી લોકોના હિતમાં સહમતિ લઈશું.નામ બદલી નાખવા અંગે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કર્યા બાદ જ નામ બદલવું જોઈએ. લોકો કે કોઈની મન માની ન ચાલી શકે.જો કે વિવાદના પગલે પાલિકાના કર્મચારીઓએ પાટીદાર ગાર્ડનનું બોર્ડ ઉતારીને ફરીથી યોગી ગાર્ડનનું બોર્ડ લગાવી દીધું છે.

Vaccine / મેં હમણાં જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસી લીધી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

aap worker સુરતમાં AAPના કોર્પોરેટરની ચકલી ફુલેકે ચઢી, રાતોરાત યોગી ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન કરી નાખતા વિવાદ

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, યોગી ચોક વિસ્તારમાં પાટીદારોની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં છે.યોગી ચોક વિસ્તારમાં બનાવાયેલા ગાર્ડનને અગાઉ પાટીદાર ગાર્ડન નામ લોકોએ જ આપ્યું હતું. જો કે, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા તેમાં ફેરફાર કરીને યોગી ગાર્ડન નામ રાખવામાં આવ્યું હતું. જેને લઇને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો.સ્થાનિક લોકો દ્વારા અમને આવીને રજૂઆત કરવામાં આવી કે, પહેલા પાટીદાર ગાર્ડન નામ રાખવાનું નક્કી કર્યા બાદ આ માટે યોગી ગાર્ડન નામ આપવામાં આવ્યું છે. લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને અમે યોગી ગાર્ડનને પાટીદાર નામ આપ્યું છે.અમે કમિશનરને રજૂઆત કરીને નામ લોકોની માગ પ્રમાણેનું નામ રાખવા પણ આગળ કામ કરીશું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…