Gujarat Election/ AAPના CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ મતદાન કર્યું ,મતદાન કરવા કરી અપીલ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી અને ગુજરાતના આપના મુખ્યમંત્રી  ચહેરો એવા ઇશુદાન ગઢવીએ પણ મતદાન કર્યું છે

Gujarat Gujarat Assembly Election 2022
Isudan Garhvi

Isudan Garhvi :      ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી અને ગુજરાતના આપના મુખ્યમંત્રી  ચહેરો એવા ઇશુદાન ગઢવીએ પણ મતદાન કર્યું છે. વિધાનગરના ઘૂમા મતદાન મથકે મતદાન કર્યું છે.  ઇસુદાન ગઢવી મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યાં હતા અને મતદાતાને આ ખાસ આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ કરવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઇશુદાન ગઢવીએ કહ્યું કે  પરિવર્તન માટે શિક્ષણ જરૂરી છે. આજે દરેક વિદ્યાર્થીને સારૂ શિક્ષણ નથી મળતું. ખાસ કરીને ગુજરાતમાં દરેક બાળકને અંગ્રેજી શીખવાની તક નથી મળતી. આજે કોઇનો એક્સિડન્ટ થાય બીમારી થાય તો તેના ખિસ્સા ધોવાઇ જાય છે, તો શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા સંપૂર્ણ નિશુલ્ક હોવી જોઇએ. મોંઘવારી આજે આસમાને છે. મતદાન સ્વયમભૂ સમજી વિચારીને કરો.  ભાઇબંધ શું કહે તેને ધ્યાનમાં રાખીને મતદાન ન કરો. તમે ખુદ શું અનુભવો છો એ ધ્યાનમાં રાખીને મતદાન કરો. મેં અને મારી પત્નીએ મતદાન કર્યં છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે . જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે.  આજે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ બીજા તબક્કાનું મતદાન ભારે ઉત્સાહ પૂર્વક ચાલી રહ્યું છે.

આ વખતે ચૂંટણીમાં નવા 4,75,228 મતદારો વધ્યા છે.તેની સામે 5.5 ટકા જેટલું મતદાન ઘટ્યું છે. 2017માં 2012ની ચૂંટણી કરતા ત્રણ ટકા જેટલું મતદાન ઘટ્યું હતું. શિક્ષણ વધ્યુ, લોકજાગૃતિ વધી, ચૂંટણીપંચ અને સમૂહ માધ્યમોએ સતત અપીલો કરી, છતાં મતદાન ઘટ્યું તે બાબત ગંભીર છે.

પહેલા તબક્કામાં નિરસ મતદાન થયા બાદ આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે  ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મતદારો આજે  રાજકિય પાર્ટીઓનું ભાવિ નક્કી કરશે. આ વખતે પણ મતદારો શું કરશે તે જોવાનું રહ્યું. પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે અનેક લોભામણી જાહેરાતો કરી રહ્યા છે અને બુથ પર લઇ જવા માટે કમર કાર્યકરોને નિર્દેશ આપવામાં આવ્યા છે.

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી

Gujarat Assembly Election 2022/ ગુજરાતમાં મતદાન પૂરું થતાં જ ભાજપ હવે MP અને રાજસ્થાનના મિશન પર, વરિષ્ઠ

Gujarat Election/ કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય પર હુમલા મામલે રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર,ન ડરે હૈ ,ન ડરેગે,ડટ