Accident/ ખેડા પાસે એસ.ટી.બસ અને આઈશર વચ્ચે અકસ્માત

આઈશરનું કેબીન દબાઈ જતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો

Gujarat Others
ST Bus Accident ખેડા પાસે એસ.ટી.બસ અને આઈશર વચ્ચે અકસ્માત

(હેમંત દેસાઈ – પ્રતિનિધિ, માતર)

ખેડા પાસે આવેલ સોખડા જલારામ મંદિર પાસે એસ.ટી.બસ અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાતા આઈશર ચાલકને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એસ.ટી. બસના ચાલકે માતર પોલીસ મથકમાં આઈશર ચાલક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળેલ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ખંભાત ડેપોની એસ.ટી.બસ નંબર GJ-18-Z-8702ના ચાલક રાકેશભાઈ મૂળશંકર પાઠક (રહે.બામણગામ તા.માતર જી.ખેડા) અમદાવાદથી તારાપુર ચિતરવાડા લોકલ બસ લઈ સાંજે 6:30 કલાકે ખેડાથી માતર તરફ પસાર થઈ રહ્યા હતા. ત્યારે સોખડા જલારામ મંદિર સામે એક આઈશર ગાડી નંબર GJ-07-VW-8351ના ચાલકે પુરઝડપે, ગફલત ભરી રીતે હંકારી લાવી એસ.ટી.ની ડ્રાઇવર સાઈડ પર જોરદાર અથડાવી અકસ્માત કરતા બસનો આગળનો કાચ અને બમ્પરને નુકસાન પહોંચાડયું હતું.

જો કે સદનસીબે એસ.ટી.બસના ચાલક તેમજ મુસાફરોને કોઈ ઇજા પહોંચી ન હતી. પરંતુ આઈશરનું કેબીન દબાઈ જતા ચાલક તેમાં ફસાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકોએ ચાલકને બહાર કાઢ્યો હતો. આઈશર ચાલકના બંને પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે 108માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માતર પોલીસ આ અકસ્માતની વધુ તપાસ ચલાવી રહ્યાં છે.


Read More: Accident/અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા 6 વર્ષના બાળકનું થયું મોત, પરિવાર પર તૂટયું આભ

Read More: Accident/તારાપુર-બોરસદ હાઈવે પર સર્જાયો અકસ્માત, એકનું મોત ચાર લોકો ઈજાગ્રસ્ત

Read More: શુભેચ્છા/ગૃહમંત્રી અમિત શાહે દેશના નાગરિકોને દિપાવલીની શુભેચ્છા પાઠવી


આણંદ જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

આણંદ જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

ખેડા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

ખેડા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Download Mobile App : Android | IOS