કાર્યવાહી થશે/ પોલીસ સ્ટેશનમાં પીઆઇને મળવા ના દેવાયા તો PSO સામે થશે કાર્યવાહી,વલસાડ SPનો પરિપત્ર

વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા દ્વારા અરજદારોના હિત માટે એક પરિપત્ર બહાર પાડવા માં આવ્યો છે. જેમાં પોલીસ મથકે ફરિયાદ કરવા આવતા અરજદારોની ફરિયાદ નહીં લેવા કે થાણા અધિકારીને મુલાકાત કરવા દેવામાં આવતી નથી

Top Stories Gujarat Others
Untitled 223 2 પોલીસ સ્ટેશનમાં પીઆઇને મળવા ના દેવાયા તો PSO સામે થશે કાર્યવાહી,વલસાડ SPનો પરિપત્ર

@મયુર જોશી 

Valsad : વલસાડ જીલ્લામાં હવે પોલીસ સ્ટેશનમાં પીઆઇને મળવા ના દેવાયા તો પીએસઓ સામે થશે કાર્યવાહી,હા તમે આ બિલકુલ સાચુ વાંચી રહ્યા છે.વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા દ્વારા અરજદારોના હિત માટે એક પરિપત્ર બહાર પાડવા માં આવ્યો છે. જેમાં પોલીસ મથકે ફરિયાદ કરવા આવતા અરજદારોની ફરિયાદ નહીં લેવા કે થાણા અધિકારીને મુલાકાત કરવા દેવામાં આવતી નથી અને રાજદારો માત્ર PSOને રજુઆત કરી અરજી આપી જતા રહેતા હોવાનું સામે આવ્યું હતું.

થાણા અમલદારને ઘટનની કોઈ મહત્વની જાણકારી તેમની પાસે રહેતી ન હોવાનું જોવા મળ્યું છે. અને ઘણી વખત PSO દ્વારા અરજદારોની ફરિયાદ લેવાની જગ્યાએ તેમને પોલીસ મથકેથી પરત મોકલી આપવામાં આવે છે. આવા સંજોગોમાં પોલીસ મથકના PSO સામે શિક્ષાત્મક પગલા લેવા માટે નો હુકમ કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ખડભડાટ મચી ગયો છે. વલસાડ SPના નવા પરિપત્રને લઈને અરજદારોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

Untitled 223 1 પોલીસ સ્ટેશનમાં પીઆઇને મળવા ના દેવાયા તો PSO સામે થશે કાર્યવાહી,વલસાડ SPનો પરિપત્ર

પરિપત્ર માં ડૉ. કરનરાજ વાઘેલાના જણાવ્યા મુજબ, અ૨જદા૨/નાગરીકોને જયારે કોઇ પણ પ્રકારની મુશ્કેલી અથવા કોઇ ગુન્હાહિત બનાવ બનેલ હોય તેવા સંજોગોમાં પોલીસ સ્ટેશન ખાતે રજુઆત ક૨વા માટે આવતા હોય છે. પરંતુ, અત્રે એવી વિગત ધ્યાન ઉપર આવેલ છે કે, અ૨જદા૨/નાગ૨ીકો જયારે પણ પોતાની રજુઆત લઇ પોલીસ સ્ટેશન ખાતે આવે છે. ત્યારે ફરજ ઉ૫૨ના PSO અ૨જદા૨/નાગરીકોને થાણા અધિકારી પોલીસ ઇ૨પેકટ૨/પોલીસ સબ ઇ૨ન્સ્પેકટરને મળવા દેવામાં આવતા નથી. અને બારોબાર થાણા અધિકારી પોલીસ ઇન્સ્પેકટર/પોલીસ સબ ઇન્સ્પેકટર ને મળવા દેવા સિવાય અરજદારોને પોલીસ સ્ટેશનમાંથી પરત મોકલી આપવામાં આવે છે.

જેના કારણે આવા અ૨જદા૨/નાગ૨ીકોની રજુઆત નહી સંતોષતા તેઓ ઉપરી કચેરી ખાતે આવી રજુઆત કરતા હોય છે. જે ઘણી જ ગંભી૨ બાબત કહી શકાય. જેની અમારા દ્વારા ગંભી૨ નોંધ લેવામાં આવેલ છે. જેથી હવે પછી જયારે પણ કોઇ અ૨જદા૨/નાગરીક પોતાની રજુઆત કરવા માટે પોલીસ સ્ટેશન ખાતે આવે ત્યારે તેઓને થાણા અધિકારી સાથે PSOએ અવશ્ય મુલાકાત કરાવવાની રહેશે. જો ઉપર મુજબ કોઇપણ કા૨ણ વગ૨ અ૨જદા૨/નાગરીકને થાણા અને તેઓ જો અત્રેની કચેરી ખાતે આવી ૨જુઆત ક૨શે.

તેવા સંજોગોમાં ફ૨જ ૫૨ના PSOને તેમની કાયદેસરની ફ૨જ પ્રત્યેની ગંભીર નિષ્કાળજી અને બેદરકારી ગણી તેઓ વિરૂધ્ધ અત્રેથી સખ્ત શિક્ષાત્મક પગલાં લેવાની ફ૨જ પડશે. જેની ગંભીર નોંધ લઇ સુચનાઓ ની ચુસ્તપણે અમલ વા૨ી સુશ્ચિત કરવા સુચના કરવામાં આવી છે. આ પરિપત્ર બહાર પડતા અરજદારોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. વલસાડ SP તરીકે ચાર્જ સાંભળ્યા બાદ પ્રથમ પરિપત્ર જાહેર કરતા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો:પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત

આ પણ વાંચો:સુરતમાં પોલીસને શાકભાજી વેચનાર પાસેથી પિસ્તોલ મળી આવી, જાણો શા માટે આ ઈસમ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો

આ પણ વાંચો:ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ

આ પણ વાંચો:કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત

આ પણ વાંચો:પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન…ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ