ranji trophy 2023-24/ ક્રિકેટ જગતમાં 78 વર્ષ બાદ રચાયો ફરીથી ઈતિહાસ, આ નંબરના ખેલાડીઓએ સદી ફટકારી

મુંબઈના તુષાર દેશપાંડે અને તનુષ કોટિયને 78 વર્ષ પછી આવો રેકોર્ડ બનાવ્યો છે. મુંબઈની ટીમે તેના બીજા દાવમાં 337 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી 10 અને 11માં નંબરે આવેલા તુષાર દેશપાંડે અને તનુષ કોટિયને ઇનિંગ્સને સારી રીતે સંભાળી હતી અને બંનેએ સદી ફટકારીને મુંબઈનો સ્કોર 569 સુધી પહોંચાડ્યો હતો અને બરોડાના બોલરોને પછાડી નાખ્યા…..

Sports
YouTube Thumbnail 2024 02 27T145024.235 ક્રિકેટ જગતમાં 78 વર્ષ બાદ રચાયો ફરીથી ઈતિહાસ, આ નંબરના ખેલાડીઓએ સદી ફટકારી

Sports News: રણજી ટ્રોફી 2023-24માં મુંબઈ અને વડોદરા વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ફરી એક વખત ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. મુંબઈના તુષાર દેશપાંડે અને તનુષ કોટિયને 78 વર્ષ પછી આવો રેકોર્ડ બનાવ્યો છે. મુંબઈની ટીમે તેના બીજા દાવમાં 337 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી 10 અને 11માં નંબરે આવેલા તુષાર દેશપાંડે અને તનુષ કોટિયને ઇનિંગ્સને સારી રીતે સંભાળી હતી અને બંનેએ સદી ફટકારીને મુંબઈનો સ્કોર 569 સુધી પહોંચાડ્યો હતો અને બરોડાના બોલરોને પછાડી નાખ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં 78 વર્ષ બાદ બીજી વખત આ ચમત્કાર જોવા મળ્યો છે.

તુષાર દેશપાંડે 129 બોલમાં 10 ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 123 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે તનુષ કોટિયન 129 બોલમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા મારી 120 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ બંને ખેલાડીઓની જબરદસ્ત ઈનિંગ્સના આધારે મુંબઈની જીત નિશ્ચિત જણાઈ રહી છે. આ સાથે રણજી ટ્રોફીની સેમીફાઈનલ માટે મુંબઈની ટિકિટ પણ નક્કી થઈ ગઈ છે.

1946માં પ્રથમ વખત આ રેકોર્ડ સર્જાયો

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે કે માત્ર બે ભારતીય ખેલાડીઓએ જ આ રેકોર્ડ બનાવ્યો હોય. 1946ની ઈન્ડિયન્સ vs સરે મેચમાં ભારતીય ખેલાડીઓ ચંદુ સરવટે અને શૂટે બેનર્જીએ અનુક્રમે 10મા અને 11મા ક્રમે બેટિંગ કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. તે સમયે ઓવલના મેદાન પર આ મેચ રમાઈ હતી.

મુંબઈ અને વડોદરા વચ્ચે રણજી ટ્રોફીના બીજા ક્વાર્ટરના ફાઈનલમાં મુંબઈના શરદ પવાર ક્રિકેટ એકેડેમી બીકેસીમાં રમાવા જઈ રહી છે. મુંબઈએ પ્રથમ દાવમાં 384 રન બનાવ્યા હતા. તેના જવાબમાં વડોદરાએ પ્રથમ દાવમાં 348 રન કરી શકી હતી. મુંબઈએ બીજા દાવમાં 569ના સ્કોર લીડ સાથે વડોદરા માટે 606 રનનો ખૂબ જ મુશ્કેલ લક્ષ્યાંક આપી દીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મના પ્રમોશન દરમિયાન ભીડ બની બેકાબૂ

આ પણ વાંચો:AMC/ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે 64 અધિકારીઓને નોટિસ પાઠવી

આ પણ વાંચો:Murder/ 10 વર્ષના બાળકનું અપહરણ, પૈસા ન મળતાં હત્યા કરી દેવાઈ