kutch news/ દ્વારકા પછી કચ્છના દરિયા કિનારેથી મળ્યું ચરસ

કચ્છના દરિયાકિનારા  બિનવારસી હાલતમાં 11 પેકેટ ચરસના મળ્યા છે. કોટેશ્વર પાસે ચરસનું એક પેકેટ પેટ્રોલિંગ સમયે મળ્યું છે. ખીદરત ટાપુ પરથી ચરસના દસ પેકેટ મળ્યા છે.

Gujarat Others Breaking News
Beginners guide to 64 2 દ્વારકા પછી કચ્છના દરિયા કિનારેથી મળ્યું ચરસ

Kutch News: કચ્છના દરિયાકિનારા  બિનવારસી હાલતમાં 11 પેકેટ ચરસના મળ્યા છે. કોટેશ્વર પાસે ચરસનું એક પેકેટ પેટ્રોલિંગ સમયે મળ્યું છે. ખીદરત ટાપુ પરથી ચરસના દસ પેકેટ મળ્યા છે. દ્વારકાના દરિયા કિનારા પરથી કરોડોનું ડ્રગ્સ મળ્યું છે. પોલીસ વડાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. દરિયા કિનારે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી દરિયાકિનારા પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીએસએફ, સ્ટેટ આઇબી અને જખૌ મરીન ત્રણેયની સંયુક્ત તપાસમાં આ પેકેટ મળી આવ્યા હતા.  આમ બે દિવસમાં કુલ 21 બિનવારસી પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.

કચ્છના દરિયાકિનારા પરથી કરોડોનું ડ્રગ્સ મળ્યું છે. બિનવારસી હાલતમાં 11 પેકેટ ચરસના મળ્યા છે. કોટેશ્વર પાસે ચરસનું એક પેકેટ પેટ્રોલિંગ સમયે મળ્યું છે. ખીદરત ટાપુ પરથી ચરસના દસ પેકેટ મળ્યા છે. દ્વારકાના દરિયા કિનારા પરથી કરોડોનું ડ્રગ્સ મળ્યું છે. પોલીસ વડાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. દરિયા કિનારે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી દરિયાકિનારા પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં કચ્છમાં દરિયા કિનારેથી ફરી એકવાર બિનવારસી હાલતમાં કરોડોની કિંમતનું ચરસ ઝડપાયું હતું ત્યારે કચ્છ પોલીસ માટે ડ્રગ્સ માફીયાઓ પડકાર ફેંકતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ અગાઉ પણ મુંદ્રા બંદરેથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું.  હવે આ ફરીવાર દ્વારકા પાસેથી નશીલા દ્રવ્યો મળી આવતા એવું લાગી રહ્યું છે કે જાણે કચ્છનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયાઓ માટે મોકળું મેદાન બનતો જઈ રહ્યો છે.

કચ્છનો દરિયા કિનારે વિશાળ અરબી સમુદ્ર ઘૂઘવે છે. કચ્છને અડીને જ દ્વારકા,ઓખા ,સલાયા ,બેટ દ્વારકા આ તમામ વિસ્તાર દરિયા કિનારે આવેલ વિસ્તાર છે. ત્યારે હાલમાં, દ્વારકા પાસેના મોજપ દરિયા કિનારાથી બિનવારસી 21 કિલોગ્રામ ચરસ મળી આવ્યું છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓ માટે ફરી દોડધામ શરૂ થઈ ગઈ છે. દ્વારકા દરિયા કિનારો ડ્રગ્સ માફીયાઓ માટે આશીર્વાદ રૂપ હોય તેવા માહોલ વચ્ચે સતત અહી ડ્રગ્સ સહિત ચરસના જથ્થા ઝડપાતા રહ્યા છે. અગાઉ પણ ડ્રગ્સનો વિશાળ જથ્થો દરિયાથી પાર થઈ કિનારા સુધી પહોંચી ગયો હતો. નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે દ્વારકા જિલ્લાનો દરિયા કિનારો હવે ડ્રગ્સ માફીયાઓ માટે મોકળું મેદાન બનતો જઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GIDC અંગે કોંગ્રેસના આરોપ તદ્દાન પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલાઃ ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: રાજકોટની સ્કૂલો ફરી વિવાદમાં, બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા સર્જાયો વિવાદ

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસની ‘ટ્રાફિક’ સામે કવાયત, રોંગ સાઈડ વાહન ચલાવતા બેસવું પડશે પોલીસ સ્ટેશન

આ પણ વાંચો: અમદાવાદમાં કાર ભાડે લઈ ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ