રાજકોટ/ જામનગર બાદ હવે રાજકોટમાં પણ ઓમિક્રોન વેરિએંટના પગપેસારાની આશંકા

રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર છેલ્લા 15 દિવસમાં રાજકોટ ખાતે 174 લોકો ફોરેનથી આવ્યા છે.

Gujarat Rajkot
Untitled 8 6 જામનગર બાદ હવે રાજકોટમાં પણ ઓમિક્રોન વેરિએંટના પગપેસારાની આશંકા

દેશમાં ઓમિક્રોન વાઈરસના બે પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ તમામ રાજ્યોએ સઘન તપસ હાથ ધરી છે. જે અંતર્ગત  હવે બહારથી આવતા મુસાફરોનું સઘન પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોન શંકાસ્પદ વ્યક્તિ મળી આવી છે. જે અંતર્ગત ગઇકાલે જ  જામનગરમાથી  બે કેસો મળી આવ્યા હતા .

ત્યારે  હવે ઓમિક્રોન વેરિયંટે રાજકોટમાં  પણ પગપેસારો કર્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ . આફ્રિકાથી રાજકોટ આવેલા બે વ્યક્તિઓને પણ ઓમિક્રોન હોવાની આશંકા જોવા મળી રહી છે . જેથી તેઓની આશંકાના  પગલે બંને સેમ્પલ પુના લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલાશે તેમ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.કલેક્ટર મેડિકલ કોલેજના અધિકારીઓ સાથે વાત કરીને જણાવાયું હતું.

આ પણ વાંચો ;Covid-19 / કર્ણાટક અને જામનગર બાદ હવે રાજસ્થાનમાં પણ ઓમિક્રોનનાં કેસ નોંધાયા, ફફડી રાજ્ય સરકાર

મહત્વનુ છે કે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર છેલ્લા 15 દિવસમાં રાજકોટ ખાતે 174 લોકો ફોરેનથી આવ્યા છે. ઓમિક્રોન વેરીયંટને લઈને જે દેશોને હાઈ રીસ્કવાળા જાહેર કરવામાં આવ્યા છે તેવા આફ્રિકા સહિતના 12 દેશમાંથી રાજકોટમાં 17 લોકો આવ્યા છે.

જોકે આ 17 લોકોના આરટી-પીસીઆર સહિતના બધા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જો કે આ બધા જ રિપોર્ટ નેગેટીવ છે અને ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ સેફ સાઈડ 2 લોકોના સેમ્પલ પૂના લેબમાં ટેસ્ટ માટે મોકલાશે. જો કે આ બે લોકોને કોરોના પણ નથી અને ઓમિક્રોન પણ નથી. તકેદારીના ભાગરુપે આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો ;વિશ્વનું સૌથી સસ્તું શહેર / અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બન્યું, જાણો કેવી રીતે ?