ભાવ વધારો/ પેટ્રોલ બાદ ડીઝલનો ભાવ પણ 100 પાર જવા તૈયાર, જાણો આજે કેટલો થયો ભાવ વધારો

પેટ્રોલનાં ભાવમાં ફરી એકવાર ઉછાળો આવવાનું શરૂ થયુ છે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​(ગુરુવારે) પેટ્રોલ ડીઝલનાં ભાવ જાહેર કર્યા છે.

Top Stories Business
1 6 પેટ્રોલ બાદ ડીઝલનો ભાવ પણ 100 પાર જવા તૈયાર, જાણો આજે કેટલો થયો ભાવ વધારો

પેટ્રોલનાં ભાવમાં ફરી એકવાર ઉછાળો આવવાનું શરૂ થયુ છે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​(ગુરુવારે) પેટ્રોલ ડીઝલનાં ભાવ જાહેર કર્યા છે. ગયા મહિને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો ન હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થયું હતું, પરંતુ આ મહિને પેટ્રોલનાં દરમાં ઘણી વખત ફેરફાર થયો હતો. મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. વળી 27 મે નાં રોજ ફરીથી પેટ્રોલનાં ભાવમાં વધારો થયો છે, તેની સાથે ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે.

1 7 પેટ્રોલ બાદ ડીઝલનો ભાવ પણ 100 પાર જવા તૈયાર, જાણો આજે કેટલો થયો ભાવ વધારો

અહીં પણ ડ્રેગને મારી એન્ટ્રી / અબજોપતિની રેસમાં અંબાણી અને અદાણીની વચ્ચે આવ્યા આ ચીની મહાનુભાવ

આ આજનાં પેટ્રોલનાં ભાવ છે

દેશમાં આજે કોરોનાકાળમાં સામાન્ય માણસને મોંઘવારીનો માર સહન કરવાનો સમય આવી ગયો છે. આજે ફરી એકવાર પેટ્રોલમાં ભાવ વધારો થયો છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 93.68 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 99.94 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં 93.72 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં 95.28 રૂપિયા પ્રતિ લિટર, બેગલુરુંમાં 96.80 રૂપિયા પ્રતિ લિટર, ભોપાલમાં 101.77 રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં 91.21 રૂપિયા પ્રતિ લિટર, પટનામાં 95.85 રૂપિયા પ્રતિ લિટર છે.

1 9 પેટ્રોલ બાદ ડીઝલનો ભાવ પણ 100 પાર જવા તૈયાર, જાણો આજે કેટલો થયો ભાવ વધારો

હોલિડે / જો તમારે જૂન મહિનામાં બેંકમાં કામ છે તો આ સમાચાર તમારા માટે જ છે, જાણો

આ આજનાં ડીઝલના ભાવ છે

આજે એકવાર ફરી ડીઝલનાં ભાવમાં પણ વધારો થયો છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં ડીઝલનો ભાવ 84.61 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 91.87 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં 87.46 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં 89.39 રૂપિયા પ્રતિ લિટર, પટનામાં 89.87 રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં 85.00 રૂપિયા પ્રતિ લિટર, બંગલુરુંમાં 89.70 રૂપિયા પ્રતિ લિટર છે.

મુદત માં વધારો / કેન્દ્ર સરકાર દ્વારા લંબાવવામાં આવી ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્ક ફરજિયાતની ડેડલાઈન, જાણો નવી તારીખ

બુધવારે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ સ્થિર રાખ્યા હતા. એટલે કે, 26 મેનાં રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) એ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 93.44 રૂપિયા અને ડીઝલની કિંમત 84.32 રૂપિયા પ્રતિ લિટર રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 99.71 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 91.57 રૂપિયા હતો. એક દિવસ અગાઉ લિટરમાં 20-27 પૈસા વધ્યા બાદ બુધવારે દેશભરમાં ઇંધણનાં ભાવ પણ સ્થિર રહ્યા હતા, પરંતુ રાજ્યોમાં સ્થાનિક કરનાં સ્તરને આધારે તેમના છૂટક ભાવમાં વિવિધતા જોવા મળી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

kalmukho str 24 પેટ્રોલ બાદ ડીઝલનો ભાવ પણ 100 પાર જવા તૈયાર, જાણો આજે કેટલો થયો ભાવ વધારો