Gujarat News/ રાજકોટમાં GST કચેરીમાં ભષ્ટાચારની માહિતી મળતા CBIએ હાથ ધરી તપાસ

રાજકોટમાં GST ઓફિસમાં CBIની તપાસ ટીમ પંહોચી છે. CBI શહેરની સેન્ટ્રલ GST મુખ્ય કચેરીમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને તપાસ કરવા દરોડા પાડ્યા છે.

Top Stories Gujarat Rajkot
CBI રાજકોટમાં GST કચેરીમાં ભષ્ટાચારની માહિતી મળતા CBIએ હાથ ધરી તપાસ

Rajkot News : રાજકોટમાં GST ઓફિસમાં CBIની તપાસ ટીમ પંહોચી છે. CBI શહેરની સેન્ટ્રલ GST મુખ્ય કચેરીમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને તપાસ કરવા દરોડા પાડ્યા છે. GST મુખ્ય કચેરીના ભ્રષ્ટ અધિકારીઓ હોવાની માહિતી મળતા સીબીઆઈએ તપાસ કરવા માટે પંહોચી.

CBIની ટીમ રાજકોટમાં રેસ કોર્સ સ્થિત સેન્ટ્રલ GST કચેરીમાં ભ્રષ્ટાચાર મામલે તપાસ હાથ ધરી છે. કચેરીના અધિકારીઓ મામલાની પતાવટ માટે તોડ કરતા હોવાની માહિતી મળતા પોલીસ એકશનમાં આવી છે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી પહેલાથી જ રાજકોટ શહેર ગુજરાતમાં વિવાદમાં છે. ભાજપના દિગ્ગજ નેતા રૂપાલાના ક્ષત્રિયો પર કરેલા નિવેદનને લઈને ચૂંટણી પહેલા હોબાળો મચ્યો હતો. આ હોબાળો માંડ થાડે પડ્યો ત્યારે ચૂંટણી પછી TRP ગેમઝોન અગ્નિકાંડનો અગ્નિ લાંબા સમયથી રાજ્યમાં ફેલાઈ ગયો છે. અગ્રિકાંડના તણખામાં નેતા અને અધિકારીઓને પણ ઉડ્યા છે. રાજકોટમાં આજે કમિશ્નર કચેરીમાં મીડિયા પ્રવેશ બંધ કરાતા પણ ઉહાપોહ જોવા મળ્યો. જેના બાદ હવે GST ઓફિસમાં પડાતા દરોડાને લઈને ભ્રષ્ટ અધિકારીઓને દૂર કરવા પોલીસ એકશન મોડમાં જોવા મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનરની મનમાની, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે