EV Fire/ ટુ-વ્હીલર્સ બાદ હવે ઈલેક્ટ્રિક કારમાં પણ આગ, જોતજોતામાં આગનો ગોળો બની ગઇ

કર્ણાટકમાં એક ઇલેક્ટ્રિક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.

India Trending
Mantavyanews 2023 10 01T150725.726 ટુ-વ્હીલર્સ બાદ હવે ઈલેક્ટ્રિક કારમાં પણ આગ, જોતજોતામાં આગનો ગોળો બની ગઇ

કર્ણાટકમાં એક ઇલેક્ટ્રિક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં એક ઇલેક્ટ્રિક કારમાં આગ લાગી હોવાનું જોવા મળી રહ્યું છે. ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કોઇ નક્કર માહિતી આપવામાં આવી નથી કે આ કે આ કંઇ કંપનીની ઇલેક્ટ્રિક કાર છે અને ક્યાં સંજોગોમાં તેમાં આગ લાગી છે.

આ ઘટના કર્ણાટકના બેંગ્લોરની છે જ્યાં જેપી નગર વિસ્તારના ડાલમિયા સર્કલની પાસે શનિવારે એક ઇલેક્ટ્રિક કારમાં આગ લાગી ગઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. આગના ગોળામાં લપેટાઇ ગયેલી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથઈ વાઇરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કોઇ ભારતીય કાર નિર્માતની કાર છે. જોકે, હજુ સુધી તેની પુષ્ટિ થઇ નથી.

જણાવી દઇએ કે આ પહેલા પણ ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. ફાયર એન્ડ ડસ્ટ રેજિસ્ટેન્સ હોવા છતાં પણ આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવતી રહે છે.

કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ

– જો ઇલેક્ટ્રિક વાહનની બેટરી ખૂબ ગરમ થઈ રહી હોય, તો તેને બદલી લો.
– હંમેશા કંપની દ્વારા આપવામાં આવેલા ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરો.
– કારને હંમેશા વેન્ટિલેટેડ જગ્યાએ પાર્ક કરો
– ક્ષતિગ્રસ્ત બેટરીનો ઉપયોગ કરશો નહીં.
– તમારા EV પર વધારે વજન વહન ન કરો.
– એક જ વારમાં લાંબા અંતરની મુસાફરી કરવાનું ટાળો.
– લાંબા અંતરની મુસાફરી કર્યા પછી તરત જ EV ચાર્જ કરશો નહીં.
– ચાર્જ કરતા પહેલા મોટર અને બેટરીને ઠંડુ થવા દો.
– ચાર્જિંગ માટે માત્ર કેબલનો ઉપયોગ કરો.


આ પણ વાંચો: Swachh Bharat/ સ્વચ્છતા અભિયાન હેઠળ PM મોદીએ શ્રમદાન કર્યું, જુઓ Video

આ પણ વાંચો: Pak/ પાકિસ્તાન એરપોર્ટ પર સાઉદી જઈ રહેલા 16 ભિખારીઓને ફ્લાઇટમાંથી ઉતાર્યા

આ પણ વાંચો: Hindu Dharma/ સાચો હિંદુ ધર્મ કેવો હોય છે? રાહુલ ગાંધીએ કહી ‘મન કી બાત’