Part time teachers/ પાર્ટ ટાઇમ ટીચર્સની કાયમી કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી

ઓલ ગુજરાત પાર્ટ ટાઈમ ટીચર્સ એસોસિએશને 24 વર્ષથી ફિક્સ પગાર પર ફરજ બજાવતા 115 પ્રોફેસરોની કાયમી નિમણૂકની તેમની માંગણી નહીં સંતોષાય તો 5મી ફેબ્રુઆરીથી આંદોલન કરવાની ચીમકી આપી છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 01 31T144106.356 પાર્ટ ટાઇમ ટીચર્સની કાયમી કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી

અમદાવાદ: ઓલ ગુજરાત પાર્ટ ટાઈમ ટીચર્સ એસોસિએશને 24 વર્ષથી ફિક્સ પગાર પર ફરજ બજાવતા 115 પ્રોફેસરોની કાયમી નિમણૂકની તેમની માંગણી નહીં સંતોષાય તો 5મી ફેબ્રુઆરીથી આંદોલન કરવાની ચીમકી આપી છે.

આ ટેમ્પરરી પ્રોફેસરોને રૂ. 8,400 થી રૂ. 25,200નો ફિક્સ પગાર ચૂકવવામાં આવે છે. એસોસિયેશનના સભ્યોએ જણાવ્યું હતું કે રાજ્ય પ્રોફેસરો, વાઇસ ચાન્સેલરો અને અન્યોના પગારમાં સુધારો કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને રાજ્ય સરકાર દ્વારા પાંચમા પગાર પંચની સૂચનાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તે શિક્ષણના સમયગાળાને અનુરૂપ પગાર વધારો ફરજિયાત બનાવે છે, પરંતુ ગુજરાત સરકાર તેમ કરવામાં નિષ્ફળ રહી છે.

એસોસિએશને જણાવ્યું હતું કે નોન-પીએચડી પ્રોફેસરો રાજ્યમાં 30 વર્ષથી સેવા આપી રહ્યા છે પરંતુ તેઓ વર્ગ 4 ના કર્મચારીઓ કરતા ઓછો ફિક્સ પગાર મેળવવાનું ચાલુ રાખે છે. એસોસિએશને જણાવ્યું હતું કે તેઓએ 20 ડિસેમ્બર અને 2 જાન્યુઆરીએ સરકારને રજૂઆત કરી હતી, પરંતુ તે ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ