અમદાવાદ/ ઓઢવમાં ધોળા દિવસે બંદૂકની અણીએ આંગડિયા પેઢીમાંથી 50 લાખની લૂંટ

શહેરમાં દિવસેને દિવસે લૂંટ, હત્યા આપઘાત સહિતની ઘટનાઓમાં સતત વધી રહી છે. ત્યારે ફરી એકવાર પોલીસને ચેલેન્જ આપતી ઘટના ઓઢવ વિસ્તારમાંથી સામે આવી છે.

Ahmedabad Gujarat
50 લાખની લૂંટ

અમદાવાદના ઓઢવમાં ધોળા દિવસે આંગડીયા પેઢીમાં 50 લાખની લૂંટ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે.શહેરમાં દિવસેને દિવસે લૂંટ, હત્યા આપઘાત સહિતની ઘટનાઓમાં સતત વધી રહી છે. ત્યારે ફરી એકવાર પોલીસને ચેલેન્જ આપતી ઘટના ઓઢવ વિસ્તારમાંથી સામે આવી છે.

શહેરમાં દિવસેને દિવસે લૂંટ, હત્યા આપઘાત સહિતની ઘટનાઓમાં સતત વધી રહી છે. ત્યારે ફરી એકવાર પોલીસને ચેલેન્જ આપતી ઘટના ઓઢવ વિસ્તારમાંથી સામે આવી છે.મળતી માહિતી અનુસાર, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ પીએમ આંગડીયા પેઢીમાં બે બાઈક સવારોએ ધોળા દિવસે ઘૂસી 50 લાખની લૂંટ ચલાવતા પુરા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી દીધી છે.

શુક્રવારે ઓઢવ વિસ્તારના છોટાલાલની ચાલી પાસે આવેલી પીએમ એન્ટરપ્રાઇઝમાં બે ભાગીદારો અને બે કર્મચારીઓ સહિત ચાર લોકો હાજર હતા. આ દરમિયાન પાંચ લૂંટારુઓ આંગડિયા પેઢીમાં ઘૂસ્યા હતા. લૂંટારુઓ પૈકી એક પાસે રિવોલ્વર જેવું હથિયાર હતું જે આંગડિયા પેઢીના કર્મચારીઓને ધાકધમકી આપી તેમની પાસેના પૈસા ચૂકવી દેવાનું કહેતા હતા.

ગભરાયેલા કર્મચારીઓએ તેમના કબજામાંથી આશરે રૂ. 53 લાખ આપ્યા કે તરત જ લૂંટારુઓએ આંગડિયા પેઢીના તમામ દરવાજા બહારથી બંધ કરી દીધા હતા અને કર્મચારીઓને બંધક બનાવીને ભાગી ગયા હતા. જોકે, ભાગવાની ઉતાવળમાં એક લૂંટારુ બાઇક ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. પોલીસે બાઇક કબજે કરી છે. હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:  મેરા ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, સાવકા દિકરાએ જ માતાની કરી હત્યા, આ છે કારણ

આ પણ વાંચો:500 વર્ષ બાદ આજે મહાકાળી મંદિરમાં PM મોદી ફરકાવશે ધ્વજ, સુલતાન મહમૂદે તોડી પાડ્યું હતું આ પ્રાચીન મંદિર

આ પણ વાંચો: ગુજરાતના માછીમારોની આજીવિકા પર તોળાતું મોટું સંકટ, આવા છે કારણો