Not Set/ અમદાવાદ: પોલીસે 31 ડિસેમ્બરને લઈને પાર્ટીના આયોજન અંગે જાહેર કર્યા આ આદેશો

અમદાવાદ, અમદાવાદ પોલીસે 31 ડિસેમ્બરને લઈને પાર્ટીના આયોજન અંગે કેટલાક આદેશ કર્યા છે. આયોજકોએ પાર્ટીના આયોજન માટે જે જે બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તે મુજબ એક તો, લાઉડ સ્પીકર ઓછા અવાજે વગાડવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં નોઈસ પોલ્યુશન એક્ટ મુજબ આયોજકોએ લાઉડ સ્પીકર વાપરવાના રહેશે. ઉજવણી પૂર્વે શુ ધ્યાને રાખવાનું રહેશે […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદ પોલીસે 31 ડિસેમ્બરને લઈને પાર્ટીના આયોજન અંગે કેટલાક આદેશ કર્યા છે. આયોજકોએ પાર્ટીના આયોજન માટે જે જે બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તે મુજબ એક તો, લાઉડ સ્પીકર ઓછા અવાજે વગાડવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં નોઈસ પોલ્યુશન એક્ટ મુજબ આયોજકોએ લાઉડ સ્પીકર વાપરવાના રહેશે.

ઉજવણી પૂર્વે શુ ધ્યાને રાખવાનું રહેશે ?

  • જાહેરનામામાં નોઈસ પોલ્યુશન પ્રમાણે સ્પીકરનો અવાજ રાખવાનો કરાયો ઉલ્લેખ.
  • મહિલાની સુરક્ષાને ધ્યાને રાખી આયોજન કરવા જણાવાયું અને જો ઉલ્લંઘન થશે તો આયોજક સામે પગલા ભરાશે.
  • પાર્કિંગ સ્થળે સિક્યોરિટી રાખવી પડશે ઉલ્લંઘન થશે તો આયોજન રદ કરવામાં આવશે
  • કેપેસિટી કરતા વધુ લોકો ભેગા કરવા પર પ્રતિબંધ
  • ગેરકાયદેસર નશાકારક વસ્તુનો ઉપયોગ કરી શકાશે નહીં
  • તમામ આમંત્રિત મહેમાન અને કલાકારોનું નામ સરનામાવાળું લિસ્ટ એક મહિના સુધી આયોજકોએ સાચવી રાખવું પડશે
  • Hd cctv લગાવવના રહેશે અને 1 જાન્યુઆરીએ તેની cd બનાવી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે
  • ખુલ્લા પ્લોટમાં 10 વાગ્યા બાદ માઇકનો ઉપયોગ કરી શકાશે નહીં
  • પાર્ટી દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ અને વસ્તુની પોલીસને જાણ કરવાની રહેશે
  • પાર્ટી દરમિયાન આવતા લોકોનું મેટલ ડિટેકટરથી ચેકીંગ કરવાનું રહેશે
  • જાહેરનામા અને પરવાનગીની શરતોનું લોકોએ પાલન કરવાનું રહેશે
  • આયોજન સ્થળે સુરક્ષાકર્મી રાખવા પડશે
  • કાયદો વ્યવસથા જોખમાય તેમ લાગે તો પોલીસ પાર્ટી બંધ કરાવી શકશે અને અધિકારી વોરંટ વગર ધરપકડ પણ કરી શકશે

ખાસ તો પાર્ટી સ્થળ પર મહિલાઓનો માન મરતબો જળવાઈ રહે તે રીતે પાર્ટીનું આયોજન કરવાનું રહેશે. એટલે કે કોઇ વ્યક્તિ દ્વારા જો અશોભનીય વર્તન, છેડછાડ કે છેડતીનો જો પ્રયત્ન કરાશે તો પોલીસ જે-તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરશે. આ ઉપરાંત પાર્કિગની જવાબદારી આયોજકોની રહેશે.. આ માટે ખાનગી સિક્યુરિટી ગાર્ડ રાખવાની જવાબદારી જે-તે આયોજકોની રહેશે.

જો પાર્ટી સ્થળ કે તેની આસપાસ રોડ ઉપર વાહનો પાર્ક થયેલા હશે તો પાર્ટીની પરવાનગી તાત્કાલિક અસરથી રદ કરાશે. આયોજકોને એ પણ આદેશ કરાયા છે કે કોઈપણ પ્રકારનું વ્યસન કરનારા લોકોને પાર્ટીમાં પ્રવેશ ના અપાય. જો કોઇ વ્યક્તિ નશાની હાલતમાં પાર્ટીમાંથી મળી આવશે તો પોલીસ આયોજકો સામે પણ કાયદેસરના પગલાં ભરશે. આ ઉપરાંત પાર્ટી માં આવનાર કલાકારો અને આમંત્રિકોના આઇ ડી પ્રુફનો રેકોર્ડ રાખવો પડશે.

પાર્ટીની જગ્યા પરનું HD ક્વોલિટીમાં CCTV દ્વારા રેકોર્ડિંગ કરીને રાખવું પડશે. આ રેકોર્ડિંગને બીજા દિવસે જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે. ખાસ વાત એ કે ખુલ્લા પાર્ટી પ્લોટમાં 10 વાગ્યા પછી માઈકનો ઉપયોગ નહી કરી શકાય. ઉપરાંત પાર્ટીમાં ડોર ફ્રેમ, મેટલ ડિટેક્ટરથી પુરુષ અને મહિલા સુરક્ષા કર્મચારીઓ રાખીને ચેકીંગ કરાવવા આયોજકોને સુચના આપવામાં આવી છે. એટકે કે આ તમામ નિયમો અને આદેશોનું કડક પણે આયોજકોએ પાલન કરવું પડશે.