નશાનો કાળો કારોબાર/ અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નથી,ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા બુધવારે રાતે એક ઓપરેશન ચલાવીને શહેરના નારોલ અને એસજી હાઇવે પરથી એક કરોડ અને વીસ લાખનું એમડી ડ્રગ્સ કબ્જે કરી લેવામાં આવ્યુ છે.

Top Stories Ahmedabad Gujarat
Mantavyanews 6 8 અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નથી,ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ

Ahmedabad News: ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ અનેક વખત પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્રારા કરવામાં આવે છે પરંતુ ડ્રગ્સ માફીયા પોતાનું નેટવર્ક અમદાવાદ સહિત ગુજરાતમાં એવી રીતે ઘુસાડી દીધુ છે કે જેનો હીસ્સો એજ્યુકેટેડ લોકો પણ બની ગયા છે. યુવકો અને યુવતીઓ ડ્રગ્સના નશામાં એવી રીતે ડુબી ગયા છે કે હવે ડ્રગ્સ માફીયાઓને ફાવતુ મળી ગયુ છે.ત્યારે અમદાવાદ શહેરના બે વિસ્તારોમાંથી એક કરોડથી વધુનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે.

પહેલી ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા બુધવારે રાતે એક ઓપરેશન ચલાવીને શહેરના નારોલ અને એસજી હાઇવે પરથી એક કરોડ અને વીસ લાખનું એમડી ડ્રગ્સ કબ્જે કરી લેવામાં આવ્યુ છે. આ કેસમાં કુલ આઠ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી ત્રણથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

બીજી ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છારોડી પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપી પાસે 594 ગ્રામ 800 મિલિગ્રામ જથ્થો ઝડપ્યો છે. ઝડપાયેલ એમડી ડ્રગ્સની કિંમત રૂ. 59 લાખ 48 હજાર થવા જાય છે. આ ડ્રગ્સ પાલનપુરથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:પ્રેમીને વીડિયો કોલ કરી પ્રેમિકાએ કર્યું અગ્નિસ્નાન, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ

આ પણ વાંચો:મહુવામાં આધેડને ઢોરે અડફેટે લેતાં મોત, તંત્ર સામે રોષ

આ પણ વાંચો:કોરોના બાદ પ્રથમવાર યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ

આ પણ વાંચો:રાજકોટમાં 3 પરિવારના ઘરનો આધાર સ્થંભ તૂટ્યો, હાર્ટ એટેકથી 3 આશાષ્પદ વ્યક્તિના મોત