financial scam/ અમદાવાદ ફાઇનાન્સિયલ કૌભાંડનો થયો પર્દાફાશ, CID ક્રાઇમે મુખ્ય આરોપી સહીત 4 લોકોની કરી ધરપકડ

જેમાં કેટલાય લોકોને આ સ્કેમમાં ફસાવવામાં આવ્યા હતા. જયારે આ મામલે પોલીસે તપાસ કરી ત્યારે તેમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad financial scam busted, CID crime arrests 4 people including main accused

અમદાવાદમાં ચાલી રહેલા એક મોટા પાયાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે CID ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાં ચાલી રહેલા ફાઇનાન્સિયલ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. યુ ટયુબ ચેનલ સબસ્ક્રાઇબ કરાવી પૈસા કમાઈ શકો છો એવી લાલચ આપીને લોકો પાસેથી પૈસા એઠવાના ધંધા ચાલી રહ્યા હતા.

જેમાં કેટલાય લોકોને આ સ્કેમમાં ફસાવવામાં આવ્યા હતા. જયારે આ મામલે પોલીસે તપાસ કરી ત્યારે તેમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર ફાલ્કન એન્ટરપ્રાઇઝ પેઢીના ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.

RBL બેંકના ખાતામાં કરોડો રૂપિયા જમા થયા હતા,  છેલ્લા ત્રણ મહિનામાં 48 કરોડ રૂપિયા બેંકમાં જમા કરવાયા હતા. આ ઉપરાંત કોઈને શક ના થાય તે માટે 28 કરોડથી વધુ રકમ જુદા જુદા બેનિફિશિયરીના ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં  આવી હતી.

આ મામલે જયારે પોલીસને જાણ થઇ ત્યારે તેમને તપાસ શરુ કરી અને આ કૌભાંડના મુખ્ય આરોપી સુજલ પટેલ સહીત અન્ય આરોપી કમલ ઉદેપુર, નીરવ ધાનકની ધરપકડ કરી હતી.

એટલું જ નહિ આ કૌભાંડમાં જે બીજું એક નામ સામે આવ્યું છે તે બીશ્વાસ ગારમેન્ટ નામની પેઢીના માલીક છે. CID ક્રાઇમ દ્વારા આ દરેક ધરપકડ  કરાયેલા આરોપીની પૂછપરછ ચાલી રહી છે જેમાં અન્ય મોટા માથાઓના નામ ખુલે તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે.

બીજી તરફ પોલીસે અન્ય આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી છે. આ સાથે જ જાણવા મળ્યું છે કે પકડાયેલા આરોપીમાંથી આરોપી નીરવ પાસેથી પણ કેટલાક નવા ઘટસ્ફોટ સામે આવી શકે છે.

આ પણ વાંચો:Ahmedabad/અમદાવાદનો અટલ બ્રિજ આવતી કાલે રહેશે બંધ

આ પણ વાંચો:Gang rape/શીલજમાં 5 સિક્યુરિટી ગાર્ડે ઘરમાં ઘૂસી ઘરઘાટી યુવતી પર કર્યો ગેંગરેપ

આ પણ વાંચો:Ram Naam Mantra Writing Yagya/PM મોદી દ્વારા પ્રારંભ કરાયેલ ‘રામ નામ મંત્ર લેખન યજ્ઞ’માં સહભાગી થયા CM ભૂપેન્દ્ર પટેલ