અમદાવાદ/ અમદાવાદના સરદારનગરમાં PCBનો સપાટો, નશાકારક તાડી બનાવવાનું કેમિકલ ઝડપાયું

અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકની ટીમ એટલે કે PCBની ટીમ દ્વારા  અલગ અલગ વિસ્તારો છે રેડ કરવામાં આવેલી છે

Ahmedabad Gujarat
નશાકારક
  • PCB એ સરદારનગરમાં નશાકારક કેમિકલ ઝડપ્યું
  • સરદારનગર માંથી નશાકારક તાડી બનાવવાનું કેમિકલ ઝડપાયું
  • તાડી બનાવવાનું દાણાદાર કેમિકલ ઝડપાયું
  • 10 કિલો કેમિકલ PCB એ ઝડપી પાડ્યું
  • 1 મહિલા આરોપી સહિત 17 હજારનો મુદ્દામાલ ઝડપાયો

Ahmedabad News: ગુજરાતમાં દારૂબંધીને લઈને કડક પગલાં ભરવા માટે પોલીસ એક્શન મોડમાં હોય તો એવું લાગી રહ્યું છે જ્યારે અગામી દિવસોમાં 31મી ડિસેમ્બર અને નાતાલ જેવા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે યુવા ધન નશાના કારણે બરબાદના થાય અને  તેની પર લગામ મૂકવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકની ટીમ એટલે કે પીસીબીની ટીમ દ્વારા  અલગ અલગ વિસ્તારો છે રેડ કરવામાં આવેલી છે જેમાં બાતમી ના આધારે સરદાર નગર જેવા વિસ્તારમાંથી PCBની બિરદાવા  લાયક કામગીરી છે તે સામે આવી છે પીસીબી ની ટીમ દ્વારા જે કેમિકલ યુક્ત જે તાડી બનાવવાનો જે કેમિકલ  છે તે મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે.

PCBની ટિમ દ્વારા 10 કિલો જેટલો  કેમિકલ  કે જેનો ઉપયોગ તાડી બનાવવામાં માટે થાય છે તે કેમિકલ ઝડપી લેવામાં આવ્યો છે. સાથે જ એક મહિલા આરોપીની ધરપકડ કરી છે અને કુલ 17 હજાર જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે જો વાત કરવામાં આવે તો અગાઉ બે દિવસ પહેલા પણ પીસીબી ની ટીમ દ્વારા બાવળા હાઇવે ઉપરથી જે એક  ટેન્કરમાં  વિદેશી દારૂનો મોટો જથ્થો પણ PCBની ટીમે  ઝડપી અને બાવળા પોલીસને હવાલે કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદના સરદારનગરમાં PCBનો સપાટો, નશાકારક તાડી બનાવવાનું કેમિકલ ઝડપાયું


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા