Not Set/ ‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે’ કહેવતને સાચી સાબિત કરતુ પાકિસ્તાન, ભારત પર જ લગાવ્યા આ આરોપ

પાકિસ્તાનની ફિતરત વિશે દુનિયા હવે અજાણ રહી નથી. આતંકીઓની જ્યારે વાત કરવામાં આવે એટલે સૌથી પહેલા પાકિસ્તાનનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારે હવે પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ ચાલાકી વાપરવામાં આવી રહી છે. આતંકી સંગઠનોનું ફંડિંગ રોકવામાં નિષ્ફળ રહેનાર પાકિસ્તાન હવે અવનવા પ્રોપેગેન્ડા ઉભા કરી રહ્યુ છે. જો કે ઘણા પ્રયત્નો કરવા છતાંય શંકાસ્પદ યાદીમાં […]

Top Stories
431627 1375532 PM Imran2 updates ‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે’ કહેવતને સાચી સાબિત કરતુ પાકિસ્તાન, ભારત પર જ લગાવ્યા આ આરોપ

પાકિસ્તાનની ફિતરત વિશે દુનિયા હવે અજાણ રહી નથી. આતંકીઓની જ્યારે વાત કરવામાં આવે એટલે સૌથી પહેલા પાકિસ્તાનનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારે હવે પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ ચાલાકી વાપરવામાં આવી રહી છે. આતંકી સંગઠનોનું ફંડિંગ રોકવામાં નિષ્ફળ રહેનાર પાકિસ્તાન હવે અવનવા પ્રોપેગેન્ડા ઉભા કરી રહ્યુ છે. જો કે ઘણા પ્રયત્નો કરવા છતાંય શંકાસ્પદ યાદીમાં બની રહ્યા બાદ તેણે ભારત પર જ મની લોન્ડ્રિંગ અને આતંકવાદનાં ફંડિંગને રોકવા માટે બનાયેલ ટાસ્ક ફોર્સ (FATF)ની પ્રક્રિયાનું રાજનીતિકરણ કરવાનો આરોપ મૂકયો છે. પાકિસ્તાનનાં આ આરોપ પર ભારતે સત્તાવાર કે બિનસત્તાવાર રીતે કોઇ પણ જવાબ આપ્યો નથી પરંતુ સરકારનું માનવું છે કે આવી ટીકા કરવા પાછળ પાકિસ્તાન સમજી-વિચારીને ષડયંત્ર કરી રહ્યુ છે. તેના અંતર્ગત તે દુનિયાના નેતાઓ સુધી પોતાની વાત પહોંચાડવા માંગે છે જેથી તે ગ્લોબલ વોચડોગ દ્વારા બ્લેકલિસ્ટ કરવાથી બચી શકે.

PM Imran Khan new1 ‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે’ કહેવતને સાચી સાબિત કરતુ પાકિસ્તાન, ભારત પર જ લગાવ્યા આ આરોપ

તાજેતરમાં પાકિસ્તાન દુનિયાથી અલગ-થલગ પડી ગયુ છે. ત્યારે ચાલાકી વાપરતા પાકિસ્તાન પોતાને બેદાગ હોવાનુ દુનિયા સમક્ષ બતાવવા માંગી રહ્યુ છે. FATF એ પાકિસ્તાનને સપ્ટેમ્બર સુધી આતંકી ગ્રૂપના ફંડિંગને રોકવા માટે પોતાની કાર્યયોજનાને લાગૂ કરવાનું કહ્યું છે. ત્યારબાદ ભારતે શનિવારનાં રોજ કહ્યું કે પાડોશી દેશને આતંકવાદથી સંબંધિત વૈશ્વિક ચિંતાઓને દૂર કરવા માટે વિશ્વસનીય અને નક્કર પગલાં ઉઠાવવા જોઇએ. જો કે આવી સલાહ પાકિસ્તાનને ક્યાથી ગમે. તેને ઉલટાનું ભારત પર જ રાજનીતિકરણ કરવાનો આરોપ મઢી દીધો. પાડોશી દેશે એમ પણ કહ્યું કે તેમને આશા છે કે સભ્ય દેશ ભારતનાં દુર્ભાવનાપૂર્ણ અભિયાનને રદ્દ કરી દેશે.

modi serious 1 ‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે’ કહેવતને સાચી સાબિત કરતુ પાકિસ્તાન, ભારત પર જ લગાવ્યા આ આરોપ

ભારત સિવાય હવે દુનિયાનાં અન્ય દેશો પણ હવે આતંકવાદી ગતિવિધિઓ વધારવામાં પાકિસ્તાનનો હાથ હોવાનું માની રહ્યા છે. ભારતને આશા છે કે FAFT સભ્ય નક્કી કરશે કે પાકિસ્તાન સપ્ટેમ્બર 2019 સુધીમાં તેના એકશન પ્લાનને સંપૂર્ણ રીતે લાગૂ કરીને આતંકી ફંડિગ અને પોતાની સરજમીનથી આતંકવાદને ખત્મ કરવા માટે વિશ્વસનીય અને નક્કર પગલાં ઉઠાવે. ભારત એ વાતને લઇ સંપૂર્ણપણે આશ્વસ્ત છે કે પાકિસ્તાનની ‘જાળ’માં કોઇ સભ્ય દેશ આવશે નહીં. ભારત સતત કહેતું રહ્યું છે કે તેઓ આતંકવાદની વિરૂદ્ધ પાકિસ્તાનના કોઇપણ જુઠ્ઠા દાવા અને દેખાડામાં આવશે નહીં. ભારતે ઇસ્લામાબાદ પર દબાણ બનાવા માટે ઇમરાન ખાન સરકારની સાથે કોઇપણ દ્વિપક્ષીય સમજૂતીને સ્વીકારવાનું કરવાનું કહ્યું નથી.

pakistan india kashmir 2c054fc8 3bea 11e9 bdc1 734f7b7cfb0c ‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે’ કહેવતને સાચી સાબિત કરતુ પાકિસ્તાન, ભારત પર જ લગાવ્યા આ આરોપ

પોતાના પર લાગેલા દાગને કોઇ અન્ય પર ઢોળી દેવા પાકિસ્તાનની ફિતરત રહી છે ત્યારે હવે ભારતનું માનવું છે કે બ્લેકલિસ્ટિંગથી બચવા માટે તેમના વિદેશ મંત્રી એસએમ કુરૈશી ચીન, મલેશિયા, તુર્કી, અને રૂસ જેવા દેશો પાસેથી સમર્થન માંગે છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ફ્લોરિડા બેઠકમાં FATFએ કડક શબ્દોમાં પાકિસ્તાનને કહ્યું હતુ કે તેઓ ઓક્ટોબર 2019 પહેલાં પોતાનો એક્શન પ્લાન પૂરો કરે. ગ્લોબલ વોચડોગ એ આગ્રહ કર્યો છે કે આમ ન કરવા પર FAFTને અલગ પગલું ઉઠાવું પડશે. સ્પષ્ટ છે કે પાકિસ્તાન પર બ્લેકલિસ્ટ થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. જે માટે તે ભારતને જવાબદાર ગણતા ભારત પર જ આરોપ મુકી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.