Not Set/ વિશ્વકપમાં બે વખત અનદેખી થતા અંબાતી રાયડૂએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લીધો સંન્યાસ

વિશ્વકપમાં શિખર ધવન અને વિજય શંકર આ બંન્ને ભારતીય ખેલાડીઓને ઈજાનાં કારણે ટૂર્નામેન્ટથી બહારનો રસ્તો જોવો પડ્યો હતો. આ બંન્ને ખેલાડીઓની જગ્યાએ ટીમમાં રિષભ પંત અને મયંક અગ્રલાલને જગ્યા આપવામાં આવી હતી. જેનાથી દુ:ખી થયેલા મુંબઈનાં અંબાતી રાયડૂએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. રાયડૂને વિશ્વકપથી પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે રિઝર્વ […]

Top Stories Sports
Ambati Rayudu Kohli વિશ્વકપમાં બે વખત અનદેખી થતા અંબાતી રાયડૂએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લીધો સંન્યાસ

વિશ્વકપમાં શિખર ધવન અને વિજય શંકર આ બંન્ને ભારતીય ખેલાડીઓને ઈજાનાં કારણે ટૂર્નામેન્ટથી બહારનો રસ્તો જોવો પડ્યો હતો. આ બંન્ને ખેલાડીઓની જગ્યાએ ટીમમાં રિષભ પંત અને મયંક અગ્રલાલને જગ્યા આપવામાં આવી હતી. જેનાથી દુ:ખી થયેલા મુંબઈનાં અંબાતી રાયડૂએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. રાયડૂને વિશ્વકપથી પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે રિઝર્વ રાખવામાં આવ્યો હતો. જો કે રાયડૂએ હજુ સુધી સંન્યાસ લેવાના કારણ જણાવ્યુ નથી. જો કે તેણે એ વાત કહી છે કે તે ઈંન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાનું બંધ નહી કરે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

અંબાતી રાયડૂએ 50 વન ડે ઈનિગ્સ રમી છે, જેમાં તેણે 47.05ની એવરેજથી 1694 રન બનાવ્યા છે. જેમા તેનો 124 તેનો સર્વોત્તમ સ્કોર છે. તેણે ત્રણ સદી અને 10 અર્ધસદી ફટકારી છે અને તેની સ્ટ્રાઇક રેટ 79.04 રહી છે. તેણે જે પાંચ ટી 20 ઈનિગ્સ રમી છે, જેમા તેણે 10.50ની એવરેજથી 42 રન બનાવ્યા છે. સિખર ધવનનાં અંગૂઠામાં ઈજાનાં કારણે વિશ્વકપથી બહાર થઇ ગયા બાદ ભારતીય મેનેજમેન્ટ ટીમ એ ઋષભ પંતની પસંદગી કરી હતી. ત્યારબાદ ઓલરાઉન્ડર વિજય શંકરને પગની આંગળીમાં ફ્રેક્ચર થવાનાં કારણે બહાર નિકાળી દેવામાં આવ્યા બાદ મયંક અગ્રવાલની પસંદગી કરવામાં આવી.

rayudu wc tweet વિશ્વકપમાં બે વખત અનદેખી થતા અંબાતી રાયડૂએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લીધો સંન્યાસ

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

વિશ્વકપની ભારતીય ટીમમાં વિજય શંકરની જગ્યાએ વિકલ્પ તરીકે મયંક અગ્રવાલને લીધા બાદ અંબાતી રાયડૂને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. રાયડૂએ પસંદગીકર્તાઓ દ્વારા વિજય શંકરને લેવા માટેનાં નિર્ણય પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જેમા મુખ્ય પસંદગકર્તાનો મજાક ઉડાવવામાં આવ્યો હતો. મંગળવારે એક ટ્વીટમાં આઇસલેન્ડ ક્રિકેટએ પોતાના દેશમાં રાયડૂને સ્થાઇ નિવાસ આપવાની ઓફર આપી, જેથી તે એકવાર ફરી ભારતીય ટીમમાં વિશ્વકપનાં સ્થાને પહોચ્યા બાદ તેમના માટે રમી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.