inspiring case/ રાજકોટમાં કોરોના સાથે વહેલા જન્મેલા શિશુએ 14 દિવસ બાદ કોરોનાને આપી માત

માતાના ગર્ભમાં હોય ત્યારથી જ અનેક મુશ્કેલીઓ સામે લડાઇ લડવાનું સાહસ ભગવાન શ્રી કૃષ્ણમાં જોવા મળ્યું હતું, આવું જ કંઈક રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શિશુ સાથે જોવા મળ્યું હતું,

Gujarat Rajkot
rajkot

માતાના ગર્ભમાં હોય ત્યારથી જ અનેક મુશ્કેલીઓ સામે લડાઇ લડવાનું સાહસ ભગવાન શ્રી કૃષ્ણમાં જોવા મળ્યું હતું, આવું જ કંઈક રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શિશુ સાથે જોવા મળ્યું હતું, રાજકોટના સોરઠીયા દંપતિ માટે બાળકના જન્મની પ્રક્રિયા ખૂબ જ પીડાદાયક રહી હતી. રાજકોટના ભાવિનભાઈ અને સારિકા બેનને બાળક કોરોના લઈને જન્મ્યું હતું.જન્મની સાથે જ ઇન્જેક્શન, બાટલા અને કોરોનાની ટ્રીટમેન્ટ માટે અતિ પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડયું હતું .આ પરિસ્થિતિમાં સમગ્ર સોરઠીયા પરિવાર એ ખૂબ જ હિંમતથી કામ કર્યું અને એટલું જ નહીં આ નવજાત પુત્ર રત્ન આહાને પણ કોરોના સામેની લડાઇ જીતીને હવે તેમાંથી પાર ઉતર્યો છે. 14 દિવસની અંદર સિવિલના પીડિયાટ્રીક વિભાગમાં સારવાર બાદ આ બાળક કોરોના નેગેટિવ થતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તેમજ સિવિલના તબીબો માટે તેઓ એ અહોભાવ વ્યક્ત કર્યો છે.

RASHI / કેવી રહેશે આપની 18/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય…

બાળકના માતા સારિકા બેન અને પિતા ભાવિનભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારિકા બેન સગર્ભા હતા ત્યારે તેઓ ખાનગી દવાખાનામાં સારવાર લઇ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર કોરોનાની ઝપેટે આવી ગયા હતા. તેમજ આ સમયેમાં તેમને પ્રીમૅચ્યોર ડિલિવરી કરવાની ફરજ પડી હતી.આ સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વેન્ટિલેટર સાથે બાળકને સિવિલના કોવિડ વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું.એટલું જ નહીં જન્મ સમયે બાળકનું વજન માત્ર બે કિલો હતું અને બાળક ની પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી સિવિલના બાળકોના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર ની ટીમ દ્વારા તેઓને ખાસ સારવાર કરવામાં આવી હતી. એવું રાજકોટના સિવિલના તબીબ ડોક્ટર કોમલબેન જણાવ્યું જણાવ્યું છે.

Inspirational / 60 વર્ષિય દેવેન્દ્ર પરમારે કોરોના સામે 113 દિવસ બાદ જીત્યો જ…

સિવિલ હોસ્પિટલમાં પીડીયાટ્રીક વિભાગના વડા ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર પંકજ બુચે જણાવ્યું હતું કે ત્રણ દિવસનું જ બાળક કોરોના પોઝિટિવ  પરિસ્થિતિમાં દાખલ થયું હતું, અને માત્ર બે કિલો વજન ધરાવતું હતું શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યારે ડોક્ટર કોમલ અને ડોક્ટરઆરતીએ વેન્ટિલેટરની વ્યવસ્થા કરી અને અલગ-અલગ પ્રકારના ટેસ્ટ કર્યા હતા જેમાંથી  યોગ્ય સારવાર કરવામાં આવી હતી અને ધીરે ધીરે વેન્ટિલેટર પર મૂકી અને ઓક્સિજન પર બાળકને લાવવામાં આવ્યું હતું ત્યારબાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું હતું.

Relife Pakage / 35.50 લાખ અન્નદાતાઓને મળશે 1600 કરોડની રાહત, પીએમ મોદી આજે M…

ડોક્ટર કોમલ બેને જણાવ્યા પ્રમાણે બાળકોને ગર્ભમાંથી કોરોનાનો ચેપ લાગે તેવું હજી સુધી જોવા જોવા મળ્યું ન હતું . રાજકોટમાં 50 કરતાં વધુ પોઝિટિવ દર્દીઓની ડીલેવરી થઈ છે, તેમાંથી એક જ પોઝિટિવ આવ્યો છે.એવું પણ બની શકે કે આ બાળક પ્રિમેચ્યોર હતું અને તેવા કિસ્સામાં બાળકના ફેફસા નબળા હોય છે અને જો સહેજ ઇન્ફેક્શન લાગે તો બગડી જાય છે.વધુમાં જણાવ્યું હતું કે બાળકની સારવાર માટેના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા.જેમાં ડી ડાઈમર અને ફેરીટીન ના વધુ લક્ષણો જોવા મળ્યા હતા જેથી તેને ખાસ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા.શરૂઆતના બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું અને આ સમય દરમિયાન બાળકને માતાનું દૂધ મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.યથા યોગ્ય સારવારને કારણે બાળકની રિકવરી ઝડપથી થઈ હતી અને 14 દિવસ બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી તેના પરિવારે તેમજ સિવિલના સાથે ખૂબ જ ખુશીનો અનુભવ કર્યો હતો.

Summons / કરણ જોહરને એનસીબીનું સમન્સ, ડ્રગ્સ આ રેકેટમાં પૂછપરછ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…