for senior citizens ”/ અમદાવાદમાં એકલી રહેતી વયોવૃધ્ધ મહિલા રૂમમાં પડી ગઈ અને દરવાજો ખોલી ન શકી

માજી પડી ગયા પછી સ્ટોપર સુધી પહોંચી ન શકતા ફાયર અને પોલીસની મદદ લેવાઈ

Gujarat Ahmedabad
Beginners guide to 2024 04 06T123808.083 અમદાવાદમાં એકલી રહેતી વયોવૃધ્ધ મહિલા રૂમમાં પડી ગઈ અને દરવાજો ખોલી ન શકી

Ahmedabad News : અમદાવાદમાં  એકલા રહેતા વૃધ્ધો માટે પોલીસની અનેક સ્કિમો છે. તેમછત્તા એકલા રહેતા વૃધ્ધોનું જીવન દોહ્લ્યું છે. બાળકો ભણીગણીને વિદેશમાં સ્થાયી થઈ જાય છે. પતિનું અવસાન થઈ ગયું હોય ત્યારે આ વૃધ્ધો નિ:સહાય બની જાય છે અને દયનીય હાલતમાં જીવવા મજબુર થઈ જાય છે.

નારણપુરામાં બનેલા આવા જ પ્રકારના એક બનાવમાં એક વૃધ્ધા ઘરમાં પડી જતા દરવાજા સુધી પહોંચી શક્યા ન હતા. આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડની ટીમ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. તે સિવાય પોલીસ પણ આ ફ્લેટ પર પહોંચી ગઈ હતી.

નવરંગપુરા ફાયર સ્ટેશનના સ્ટેશન ફાયર ઓફિસર પંકજ રાવલના જણાવ્યા મુજબ અમને નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસેના બંધન ફ્લેટમાં એક વૃધ્ધા તેમના ફ્લેટના રૂમમાં પડી ગયા હોવાનો અને ઉભા થઈ શકતા ન હોવાથી દરવાજો ખોલતા ન હોવાનો કોલ મળ્યો હતો.

તાત્કાલિક અમે ફાયરની ગાડી અને એમબ્યુલન્સ સાથે તાત્કાલિક બંધન ફ્લેટ પર પહોંચ્યા હતા. જ્યાં છઠ્ઠા માળે એક ફ્લેટમાં લોખંડની ગ્રીલ સાથેના બંધ મકાનમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવાનું હતું.

બાદમાં અમે અંદરથી કોઈ રિસ્પોન્સ ન મળતા અંતે ગ્રીલ અને દરવાજો તોડીને આ વૃધ્ધાને બહાર કાઢ્યા હતા. 88 વર્ષના આ વૃધ્ધા તેમની બહેન સાથે રહે છે. તેમના બહેન ડોક્ટર છે અને તે ક્લિનીક પર ગયા હતા. બન્ને બહેનો અપરિણીત છે અને એકલા રહેતા હતા.

આજે સવારે વૃધ્ધાને ફિઝીયોથેરાપી કરાવતા ફિઝીયોથેરાપિસ્ટ આવ્યા ત્યારે દરવાજો કોઈએ ન ખોલતા તેમણે કોલ કર્યો પણ ફોન પણ ન લાગ્યો. અંતે પોલીસ અને ફાયર બ્રિગેડને મદદ માટે બોલાવ્યા હતા. અંતે ફાયરબ્રિગેડે ગ્રીલ અને દરવાજો તોડ્યો ત્યારે વૃધ્ધા નિસહાય હાલતમાં પડેલા હતા. જોકે અશક્તિ અને ઉંમરને કારણે તે ઉભા થઈ શકે તેમ ન હતા. જોકે તેમને સદનસીબે તેમને કોઈ ઈજા પહોંચી ન હતી. અંતે વૃધ્ધાએ ફાયર અને પોલીસનો આભાર માન્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે