Not Set/ આણંદ/ પ્રેમ પ્રકરણ મામલે આજે ફરી એકની આત્મહત્યા

આણંદ જિલ્લામાં પ્રેમ પ્રકરણ ચાલતા આત્મહત્યાનો આજે બીજો બનાવ બનવા પામ્યો છે મૂળ અમદાવાદના  મિલન પટેલ નામના યુવકે ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી છે. અમદાવાદમાં મ્યુઝિક અને સાઉન્ડ નો વ્યાપાર કરતો મિલન પટેલ નામનો યુવક ગતરોજ પણસોરા ચોકડી પાસે આવેલ સિલ્વર ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો.  આજે વહેલી સવારે ગેસ્ટ હાઉસના કર્મચારી જ્યારે રૂમ સાફ સફાઈ કરવા […]

Gujarat Others
fansi આણંદ/ પ્રેમ પ્રકરણ મામલે આજે ફરી એકની આત્મહત્યા

આણંદ જિલ્લામાં પ્રેમ પ્રકરણ ચાલતા આત્મહત્યાનો આજે બીજો બનાવ બનવા પામ્યો છે મૂળ અમદાવાદના  મિલન પટેલ નામના યુવકે ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી છે.

અમદાવાદમાં મ્યુઝિક અને સાઉન્ડ નો વ્યાપાર કરતો મિલન પટેલ નામનો યુવક ગતરોજ પણસોરા ચોકડી પાસે આવેલ સિલ્વર ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો.  આજે વહેલી સવારે ગેસ્ટ હાઉસના કર્મચારી જ્યારે રૂમ સાફ સફાઈ કરવા માટે પહોંચ્યા ત્યારે રૂમનો દરવાજો ન ખુલતા સત્તાધીશોને જણાવ્યું હતું.

ત્યારબાદ અનેક પ્રયાસો કર્યા બાદ પણ અંદરથી કોઈ જવાબ ના મળતા દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. પ્રવેશતાની સાથે જ યુવકનો મૃતદેહ પંખાથી લટકતો જોઈ છેલ્લે ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ભાલેજ પોલીસે પણસોરા ચોકડી પાસે આવેલી સિલ્વર ગેસ્ટ હાઉસ ખાતે પહોંચી તપાસ કરતાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પણસોરા સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે ગત રોજ પણ વિદ્યાનગર ખાતે પ્રેમપ્રકરણના ચાલતા એક યુવકે આત્મહત્યા કરી હતી તે જ રીતના આજે આણંદ જિલ્લામાંથી સતત બીજા દિવસે પ્રેમ પ્રકરણને ચાલતા જ બીજો બનાવ બનતાં સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

મૃતક મિલન પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની સાથે સાથે તેના પરિવારને આ સંદર્ભે જાણ કરાતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા.  હાલ જો વાત કરવામાં આવે તો ભાલેજ પોલીસે મૃતદેહ પાસેથી મળેલી 8 પાનાની સુસાઇડ નોટ પ્રાપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.