Garba In Navratri/ જુનાગઢમાં અર્વાચીન ગરબીઓની સાથે પ્રાચીન ગરબીઓએ લોકોનું આકર્ષણ જાળવી રાખ્યું

ગરબીનું છેલ્લા 60 વર્ષથી ચામુંડા ગરબી મંડળ દ્વારા નાત જાતના ભેદભાવ વગર આયોજન કરવામાં આવે છે.આ ગરબી મંડળમાં 80 જેટલી બાળાઓ છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 10 18T124531.818 જુનાગઢમાં અર્વાચીન ગરબીઓની સાથે પ્રાચીન ગરબીઓએ લોકોનું આકર્ષણ જાળવી રાખ્યું
  • જુનાગઢમાં પ્રાચીન ગરબીઓનું આયોજન
  • 60 વર્ષથી ચાલી આવતી પરંપરા હજુ પણ યથાવત
  • ગરબી પહેલા દરગાહે વધારવામાં આવે છે શ્રીફળ
  • ગરબીનું છેલ્લા 60 વર્ષથી કરાય છે આયોજન

જુનાગઢ એ દત્ત અને દાતારની ભૂમિ છે. જ્યાં બધા તહેવારોમાં કોમી એકતાના દર્શન થતા હોય છે.ત્યારે જુનાગઢમાં દીકરીઓના નામ ગરબીમાં નોંધતા પહેલા દરગાહે શ્રીફળ વધારવામાં આવે છે.ત્યારે જુનાગઢમાં પ્રાચીન ગરબીઓનો ક્રેઝ હજુ પણ જોવા મળી રહ્યો છે.માં ના નવલા નોરતા શરૂ થયા છે. ત્યારે જુનાગઢ શહેરમાં પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબીઓ હજુ પણ યથાવત છે.ગરબીની શરૂઆત થાય ત્યારે પ્રથમ મા ની આરાધના કરવામાં આવે છે.પરંતુ નરસિંહ મહેતા ચોરા ખાતે યોજાતી ગરબીમાં પ્રથમ વલીએ સોરઠ દરગાહ અને મિયામા મુંશા દરગાહ ખાતે ચાદર વિધિ કરી શ્રીફળ વધારી ગરીબીનું આયોજન કરવામાં આવે છે.

ગરબીનું છેલ્લા 60 વર્ષથી ચામુંડા ગરબી મંડળ દ્વારા નાત જાતના ભેદભાવ વગર આયોજન કરવામાં આવે છે.આ ગરબી મંડળમાં 80 જેટલી બાળાઓ છે જેમાં 20 બાળાઓ મુસ્લિમ છે.હિન્દુ મુસ્લિમ બાળાઓ એક સાથે જુદા જુદા રાસ લઈને નવલા નોરતા નિમિત્તે મા ની આરાધના કરે છે.

નાની બાળાઓથી લઈ મોટી બાળાઓ નવ દિવસ સુધી જુદા જુદા રાસ લઈને ગરબે ઝૂમે છે.અંતર્ગત અહીંનો ભુવા રાશ ખૂબ જ પ્રચલિત છે. ફક્ત જૂનાગઢમાંથી જ નહીં પરંતુ દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો આ પ્રાચીન ગરબી નિહાળવા ઉમટી પડે છે. જ્યારે મુસ્લિમ બાળાઓ પણ નાત જાતના ભેદભાવ વગર નવ દિવસ ભુવા રાસ સહિતના રાસ રમી માની આરાધના કરી ગરબે ઝૂમે છે.આમ દત અને દાતારની ભૂમિમાં તમામ તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય છે. જ્યારે છેલ્લા 60 વર્ષથી ચાલી આવતી પરંપરા હજુ પણ જુનાગઢમાં યથાવત છે. અને હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે ગરબે રમી ખુશી અનુભવે છે.


whatsapp ad White Font big size 2 4 જુનાગઢમાં અર્વાચીન ગરબીઓની સાથે પ્રાચીન ગરબીઓએ લોકોનું આકર્ષણ જાળવી રાખ્યું


આ પણ વાંચો:પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યું

આ પણ વાંચો:પિતાએ ઠપકો આપતા બાળકીઓ ઘર છોડીને નીકળી ગઈ અને પછી જે રીતે મળી…..

આ પણ વાંચો:સાંતલપુરમાં કેશુ મહારાજને ટ્રક ચાલકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો

આ પણ વાંચો:વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની