Not Set/ અંજાર અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોત થતા પરિવારમાં અંધારપટ, હોસ્પિટલની બેદરકારી આવી સામે

અંજારનાં સીનુગ્રા નજીક ટ્રેલરે બાઈકને અડફેટમાં લેતા 3 યુવાનોનાં મોત નિપજ્યાં છે. સીનુગ્રાથી ખેડાઈ જતા માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં બે યુવાનોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે એકનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. આપને જણાવી દઇએ કે, સીનુગ્રાથી ખેડાઈ જતા માર્ગ પર રોડનું કામ ચાલી રહ્યું છે. ગોકળગાયની […]

Top Stories Gujarat
streetbike accident અંજાર અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોત થતા પરિવારમાં અંધારપટ, હોસ્પિટલની બેદરકારી આવી સામે

અંજારનાં સીનુગ્રા નજીક ટ્રેલરે બાઈકને અડફેટમાં લેતા 3 યુવાનોનાં મોત નિપજ્યાં છે. સીનુગ્રાથી ખેડાઈ જતા માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં બે યુવાનોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે એકનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. આપને જણાવી દઇએ કે, સીનુગ્રાથી ખેડાઈ જતા માર્ગ પર રોડનું કામ ચાલી રહ્યું છે. ગોકળગાયની ગતિએ ચાલતા આ કામનાં કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ અને હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકનાં પરિવારજનોને મનાવવા પ્રયાસ હાથ ધરાયા છે.

અંજારનાં સીનુગ્રા નજીક થયેલા અકસ્માતમાં ત્રણ યુવાનોનું કરૂણ મોત થયુ છે. યુવાનોની મોતની ખબરથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. આ ઘટનામાં મળતી માહિતી મુજબ, સીનુગ્રાથી ખેડાઇ જતા માર્ગ પર ચાંપલ માતાજીનાં મંદિર પાસે રોડનું કામ પાપા પગલી ચાલી રહી હોવાનુ સામે આવી રહ્યુ છે. જ્યા એલએનટી કંપનીને આ કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટમાં બે યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તો એક યુવાનને અંજારની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ અહી ડૉક્ટરનાં અભાવે આ યુવાનનું પણ મોત નિપજ્યુ હોવાનો પરિવારજનોએ આક્ષેપ મુક્યો હતો.

સુત્રોનાં જણાવ્યા મુજબ, ઘટનાસ્થળે જ નીતિન અને અશ્વિનનાં મોત નીપજ્યાં હતા. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલાં વીરેન્દ્રને 108 એમ્બ્યુલન્સ મારફતે અંજાર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. અહી વીરેન્દ્રએ પણ ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો. અંજારની રેફરલ હોસ્પિટલમાં તબીબોની ઘટથી સારવાર ન મળતા વીરેન્દ્રનું મોત થયું છે ત્યારે પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવા ઈન્કાર કર્યો છે. આપને જણાવી દઇએ કે, રેફરલ હોસ્પિટલમાં પચાસ ટકાથી વધુ તબીબો અને સ્ટાફની ઘટ છે. ત્યારે પરિવારજનોએ લેખિત બાંહેધરી ના મળે ત્યાં સુધી વીરેન્દ્ર સહિત ત્રણેય યુવકોની લાશને નહીં સ્વિકારવાનો મહેશ્વરી સમાજે રોષભેર નિર્ણય કર્યો છે. મામલો નાજૂક હોવાના કારણે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે, પરિવારજનોનાં રોષને જોતા ન્યાય મળે છે કે કેમ?