Dakor Temple/ પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં આજે અન્નકૂટ મહોત્સ્વની ઉજવણી કરવામાં આવી

નવા વર્ષે ઉજવાતો આ અન્નકૂટનો લૂંટનો મહોત્સ્વ આ વર્ષે પડતર દિવસે ઉજવવામાં આવ્યો. પડતર દિવસે નક્ષત્ર ગણના આધારે આજે ડાકોર સહિત અન્ય મંદિરોમાં પણ અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી.

Gujarat Others Videos
WhatsApp Image 2023 11 13 at 16.53.27 પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં આજે અન્નકૂટ મહોત્સ્વની ઉજવણી કરવામાં આવી

(તીર્થ પંડ્યા – પ્રતિનિધિ, ડાકોર)

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે અન્નકૂટની ઉજવણી કરવામાં આવી હતી સ્વભાવિક રીતે દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટનો ઉત્સવ મનાવવામાં આવે છે પરંતુ આ વર્ષે પડતર દિવસ હોવાથી નક્ષત્ર જોઈને આજના દિવસે અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાનને 151 મણનો અન્નકૂટ પીરસવામાં આવે હતો આ અન્નકૂટ ની પ્રસાદી ડાકોરના બ્રાહ્મણો દ્વારા ભગવાન સમક્ષ પીરસવામાં આવે છે જેમાં બુંદી ભાત ફળફળાદી વિવિધ જાતના પકવાન વગેરે વસ્તુ પીરસવામાં આવે છે.

Capture 7 પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં આજે અન્નકૂટ મહોત્સ્વની ઉજવણી કરવામાં આવી

વર્ષોથી ચાલતી આ પ્રથામાં નૂતન વર્ષના દિવસે સવારે સૌપ્રથમ ભગવાનની સમક્ષ ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવે છે. બાદમાં ભગવાન રણછોડરાયની મંગળા આરતી કરવામાં આવે છે ત્યાર બાદ કેસરથી સ્નાન કરાવી ભગવાનને સુંદર રીતે શણગાર્યા બાદ 151 મણનો અન્નકૂટનો ભગવાનને ભોગ ધરાવાય છે. અને મંદિરના જે મુખ્ય દ્વાર હોય છે, તે ખોલી દેવામાં આવતા હોય છે. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ બહાર ઉભેલા ભક્તો અન્નકૂટનો પ્રસાદ લેવા દોટ મૂકે છે. આ લૂંટને એક પ્રકારે ભગવાનની પ્રસાદી માનવામાં આવે છે. અન્નકૂટની લૂંટ બાદ તેની પ્રસાદી માણસો દ્વારા પોતપોતાના સગા વાલાને ત્યાં મોકલવામાં આવે છે.

ડાકોરમાં અન્નકૂટ ઉજવણીની પરંપરા વર્ષો જૂની છે. આ ઉજવણીમાં ભાગ લેવા ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આજુબાજુના ૮૦ જેટલા ગામડાઓના લોકોને અન્નકૂટની પ્રસાદી લૂંટવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ ગામના લોકો ડાકોર રણછોડરાયજી મંદિરમાં અન્નકૂટ મહોત્સ્વમાં ભાગ લઈ અન્નકૂટની લૂંટ કરે છે. મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા ડાકોરમાં ઉજવાતા અન્નકૂટ લૂંટ ઉત્સવમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે મામલે ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. સામાન્ય રીતે દિવાળી તહેવારમાં નૂતન વર્ષના દિવસે ડાકોરમાં અન્નકૂટ લૂંટની ઉજવણીનો ઉત્સવ ઉજવાય છે. આ વર્ષો જૂની પરંપરા આજે પણ ચાલુ છે.


ખેડા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

ખેડા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

આણંદ જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

આણંદ જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


whatsapp ad White Font big size 2 4 પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં આજે અન્નકૂટ મહોત્સ્વની ઉજવણી કરવામાં આવી


આ પણ વાંચો : નવસારી/ દિલધડક ઓપરેશન, ગણદેવીની અપહ્યત કિશોરીને 48 કલાકમાં છોડાવતી નવસારી પોલીસ

આ પણ વાંચો : અમદાવાદ/ અમદાવાદના એક રેસ્ટોરન્ટમાંથી મસાલા પાપડમાંથી નિકળ્યો જીવતો વંદો, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

આ પણ વાંચો : Accident/ પંજાબના દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર સર્જાયો ભયાનક અકસ્માત,  100 વાહનોની અથડામણમાં 1નું મોત