uttarpradesh/ કાલા જઠેડી બાદ વધુ એક ગેંગસ્ટર્સના લગ્ન

લગ્ન માટે કોર્ટે છ કલાકના પેરોલ આપ્યા

India
Beginners guide to 2 કાલા જઠેડી બાદ વધુ એક ગેંગસ્ટર્સના લગ્ન

uttarpradesh: ગેગસ્ટર કાલા જઠેડી બાદ વધુ એક ગેંગસ્ટરના લગ્ન તઈ રહ્યા છે. ગેંગસ્ટર ટીલ્લુ તાજપુરીયાની હત્યામાં સામેલ ગેંગસ્ટર યોગંશ ટુંડા જે હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. યોગેશ ટુંડા આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આ માટે તેને તિહાર જેલમાંથી ભારે પોલીસ સુરક્ષા વચ્ચે વિકાસપુરીના આર્ય સમાજ મંદિરમાં લાવવામાં આવ્યો હતો.

કુખ્યાત ગેંગસ્ટર યોગેશ ટુંડાએ ગયા વર્ષે પોતાના સાગરીતો સાથે મળીને તિહાર જેલમાં ગેંગસ્ટર ટીલ્લુ તાજપુરીયાની હત્યા કરી નાંખી હતી. કાલા જઠેડીની જેમ યોગેશ ટુંડાને પણ લગ્ન માટે કોર્ટ તરફતી છ કલાકના પેરોલ મળ્યા છે.

વિકાસપુરીના આર્ય સમાજ મંદિરમાં સ્પેશિયલ સેલ ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસ મોજુદ છે. જોકે પોલીસને અહીં પણ ગેંગવોર થવાની શંકા છે. જેને પગલે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અગાઉ કાલા જઠેડીના લગ્ન વખતે પણ પોલીસે હાઈ લેવલ સિક્યુરિટીનો બંદોબસ્ત કર્યો હતો. તે સિવાય એજન્સીઓ પણ આ લગ્ન પર નજર રાખી રહી છે. સીસીટીવી કેમેરાથી લઈને મેટલ સ્કેનર સુધીની ગોઠવણ કરવામાં આવી છે. કાલા જઠેડીએ લેડી ડોન અનુરાધા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. તેને પણ કોર્ટે છ કલાકના પેરોલ આપ્યા હતા. 12 માર્ચે લગ્ન બાદ કાલા જઠેડી 13 માર્ચે અનુરાધા સાથે ગૃહપ્રવેશ માટે પોતાના ગામ જઠેડી જવાનો હતો. પરંતુ તે જ દિવસે આ નિર્ણય રદ્દ થયો હતો જેને કારણે તે પોતાના ઘરે જઈ શક્યો ન હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:Nadiad/ નડિયાદમાં રખડતા શ્વાનના આતંકથી નાગરિકો ત્રાહિમામ, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

આ પણ વાંચો:Kheda/સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ

આ પણ વાંચો:નડિયાદના મરિડા રોડ પર મકાન ધરાશાયી, બે વ્યક્તિઓનું રેસ્ક્યુ