atteck/ બાંગ્લાદેશમાં મંદિર પર હુમલો, હિન્દુઓના ઘરોમાં પણ તોડફોડ,આ મામલે કોઇની ધરપકડ થઇ નથી

,દેશમાં સમયઅંતરાલે મંદિર અને ઘરો પર  હુમલો કરવામાં આવે છે, સરકાર આંખ આડા કાન કરી રહી છે જેના લીધે કટ્ટરપંથીઓ અવારનવાર મંદિરને ટાર્ગેટ કરી રહ્યા છે

Top Stories World
1 163 બાંગ્લાદેશમાં મંદિર પર હુમલો, હિન્દુઓના ઘરોમાં પણ તોડફોડ,આ મામલે કોઇની ધરપકડ થઇ નથી

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સુરક્ષિત નથી,દેશમાં સમયઅંતરાલે મંદિર અને ઘરો પર  હુમલો કરવામાં આવે છે, સરકાર આંખ આડા કાન કરી રહી છે જેના લીધે કટ્ટરપંથીઓ અવારનવાર મંદિરને ટાર્ગેટ કરી રહ્યા છે. હાલમાં બાંગ્લાદેશના નરેલ જિલ્લામાં કટ્ટરપંથીઓ દ્વારા  એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો અને હિન્દુ  સમુદાયના ઘણા ઘરોમાં તોડફોડ કરી હતી,દિઘોલિયા ગામમાં શુક્રવારે સાંજે એક હિન્દુ છોકરાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ભારે  હિંસા ફાટી નીકળી હતી.શુક્રવારની નમાધ બાદ આ ઘટના ઘટી હતી. એક હિન્દુ પરિવારના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર હરન ચંદ્ર પૌલે જણાવ્યું હતું કે પોલીસે ઇસ્લામવાદીઓને વિખેરવા માટે ચેતવણીના ગોળીબાર કર્યા હતા.પૌલે કહ્યું કે હિન્દુ છોકરાએ કથિત રીતે ફેસબુક પર કંઈક એવું પોસ્ટ કર્યું હતું જેનાથી મુસ્લિમો નારાજ થયા હતા.નરેલના પોલીસ અધિક્ષક પ્રબીર કુમાર રોયે જણાવ્યું હતું કે કાયદા અમલીકરણકર્તાઓ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે કામ કરી રહ્યા છે.”અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. હિંસા માટે જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવશે. હાલ પરિસ્થિતિ સામાન્ય છે,” તેમણે કહ્યું.હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.