IPL 2021/ ભારતીય ટીમનો હિસ્સો બનશે અવેશ ખાન, શાનદાર બોલિંગનું મળ્યું ફળ

IPL 2021 માં હર્ષલ પટેલ બાદ સૌથી વધુ વિકેટ અવેશે લીધી છે. “અવેશ સામાન્ય રીતે 142-145 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. સપાટ વિકેટ પર તેને જે બાઉન્સ મળે છે

Sports
અવેશ ખાન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 પૂર્ણ થયા બાદ દિલ્હી કેપિટલ્સનાં ઝડપી બોલર અવેશ ખાનને સંયુક્ત અરબ અમીરાત (UAE) માં રહેવું પડશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અવેશને T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાને નેટ બોલર તરીકે જોડાવા માટે કહ્યું છે.

અવેશ ખાન

આ પણ વાંચો – IPL 2021 / ઈમોશનલ થયો વિરાટ કોહલી, RCB ની કેપ્ટનશીપ છોડતા પહેલા જાણો શું કહ્યુ

IPL ની અંતિમ મેચ 15 ઓક્ટોબરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. અવેશ પહેલા, સનરાઇઝર્સ હૈદરાબાદનાં ફાસ્ટ બોલર ઉમરાન મલિકને પણ T20 વર્લ્ડકપ માટે નેટ બોલર તરીકે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. T20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી UAE અને ઓમાનમાં રમાશે. ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમવાની છે. BCCI નાં એક સૂત્રએ મંગળવારે પીટીઆઈને કહ્યું, “રાષ્ટ્રીય પસંદગીકારોએ નક્કી કર્યું છે કે અવેશ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવશે. અત્યારે તેને નેટ બોલર તરીકે ટીમમાં સ્થાન મળશે, પરંતુ બાદમાં તે મુખ્ય ટીમનો ભાગ પણ બની શકે છે. IPL 2021 માં હર્ષલ પટેલ બાદ સૌથી વધુ વિકેટ અવેશે લીધી છે. “અવેશ સામાન્ય રીતે 142-145 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. સપાટ વિકેટ પર તેને જે બાઉન્સ મળે છે, તે બેટ્સમેનોને પરેશાન કરે છે. સપોર્ટ સ્ટાફ છેલ્લા કેટલાક સમયથી તેની પર નજર રાખી રહ્યો હતો.

અવેશ ખાન

આ પણ વાંચો – રેકોર્ડ / 16 વર્ષની છોકરીએ તોડ્યો ભારતીય મહિલા ક્રિકેટર મિથાલી રાજનો 22 વર્ષ જૂનો રેકોર્ડ

એવું પણ માનવામાં આવે છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નાં ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરને પણ UAE માં રહેવા માટે કહેવામાં આવશે. વેંકટેશને ટીમ ઈન્ડિયામાં કવર તરીકે સામેલ કરી શકાય છે. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલો રહેશે, પરંતુ તે માત્ર બેટ્સમેન તરીકે જ રમશે, ફિટનેસને કારણે તે હજુ પણ ભાગ્યે જ બોલિંગ કરે છે.