Scam/ ફૂલેકું ફેરવાયું: બનેવીની સાળા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તે કહેવત છે. તેથી લાલચ જાગે ત્યાં છેતરપિંડી વધી જાય છે. અમદાવાદ જિલ્લામાં બનેવીએ સાળા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.

Ahmedabad Gujarat
Scam ફૂલેકું ફેરવાયું: બનેવીની સાળા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી

અમદાવાદઃ લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તે કહેવત છે. તેથી લાલચ જાગે ત્યાં છેતરપિંડી વધી જાય છે. અમદાવાદ જિલ્લામાં બનેવીએ સાળા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. સાણંદમાં બનેવીએ સાળા સાથે લગભગ ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. જ્યારે એક કા ડબલની આ યોજનામાં કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવાયું છે. આના પગલે મૂળ અમદાવાદ જિલ્લાના વિરમગામના રહેવાસી અને હાલમાં અમદાવાદમાં રહેનારા યુવાન સામે ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદના આ યુવાને તેના સાળા હાર્દિક ડાભીની સાથે પણ લગભગ ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. કૃષ્ણનગરમાં રહેતા દીપન શૈલેષભાઈ ભાવસારે વીસ દિવસમાં નાણા ડબલ કરવાની લાલચ આપીને લગભગ વીસેક લોકોની સાથે બધુ થઈને કરોડ રૂપિયાથી પણ વધુ રકમની છેતરપિંડી આચરી છે. શૈલેષભાઈએ 20 દિવસમાં નાણા બમણા કરી આપવાની સ્કીમ મૂકી હતી. તેની આ સ્કીમમાં અમદાવાદ અને વિરમગામના કેટલાય લોકો જોડાયા હતા, આ બધા સાથે છેતરપિંડી આચરવામાં આવી છે.

હાર્દિકભાઈ ડાભીએ અને પત્ની પ્રીતિબેને દીપેન શૈલેષ ભાવસાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સાણંદ પોલીસ મથકે દીપેન શૈલેષભી ભાવસાર સામે છેતરપિંડી અને ગુજરાત પ્રોટેકશન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટરની ફાઇનાન્સ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. સાણંદ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. કૌભાંડી હાલમાં ફરાર છે.


whatsapp ad White Font big size 2 4 ફૂલેકું ફેરવાયું: બનેવીની સાળા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી


આ પણ વાંચોઃ #Indianarmy/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ SFC યુનિટમાં ફરજ બજાવતા આર્મી મેજરને બરતરફ કર્યા

આ પણ વાંચોઃ જ્ઞાનસહાયક/ માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓના સહાયક બનશે જ્ઞાન સહાયક

આ પણ વાંચોઃ Traders Strike/ દિવાળી તહેવાર ટાણે રાજ્યના સસ્તા અનાજના દુકાનદારો આજથી બેમુદતી હડતાળ પર