Not Set/ શહીદ આરીફ પઠાણની અંતિમયાત્રા પહેલા અંતિમ દર્શન માટે માનવ મેદની ઉમટી

જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા આરીફ પઠાણનાં નશ્વર દેહને દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. એરપોર્ટમાં જ શહીદ આરીફનાં પાર્થિવ દેહને જોવા લોકોની ભારે ભીડ ઉમટી હતી. આ સમયે એરપોર્ટમાં હાજર લોકોએ હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યા હતા. વડોદરા શહેરનાં વતની શહીદ આરીફ પઠાણની અંતિમયાત્રામાં આજે મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી હતી. […]

Gujarat Vadodara
1563960300 0257 શહીદ આરીફ પઠાણની અંતિમયાત્રા પહેલા અંતિમ દર્શન માટે માનવ મેદની ઉમટી

જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા આરીફ પઠાણનાં નશ્વર દેહને દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. એરપોર્ટમાં જ શહીદ આરીફનાં પાર્થિવ દેહને જોવા લોકોની ભારે ભીડ ઉમટી હતી. આ સમયે એરપોર્ટમાં હાજર લોકોએ હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યા હતા.

વડોદરા શહેરનાં વતની શહીદ આરીફ પઠાણની અંતિમયાત્રામાં આજે મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી હતી. આજે સવારે સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે સેનાની ટ્રકમાં મૃતદેહને દફનવિધિ પહેલા નવાયાર્ડ વિસ્તારમાં તેના ઘરે લઈ જવાયો હતો. જે સમયે શહીદ આરીફનાં પાર્થિવ દેહને તેના ઘરે લઇને જવામાં આવ્યુ ત્યારે આંખોમાં છુપાયેલા આસુ ન ચાહતા પણ બહાર જરી પડ્યા હોય તેવુ દ્રશ્ય જોવા મળ્યુ હતુ. તેટલુ જ નહી આખા વડોદરામાં લોકોની આંખો ભીંજાઇ ગઇ હતી. પરિવારજનોનું કહેવુ હતુ કે, આરીફ હવે અમારી વચ્ચે નથી તેનું ઘણુ દુખ છે પણ સાથે ગર્વ પણ છે કે તેણે દેશ માટે બલિદાન આપ્યુ.

આપને જણાવી દઇએ કે શહીદ જવાન આરીફ પઠાન, જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. અને આતંકવાદને ડામવામાં દેશનાં વધુ એક ફરજ પરસ્ત દિકરા તરીકે શહીદીને વહોરી હતી. ભારતીય સેનામાં 4 વર્ષથી ફરજ નિભાવતા હતાં. જ્યારે પૂરા સન્માન અને સલામી સાથે શહીદ આરીફ પઠાનનો દેશભક્ત દેહ માદરે વતન વડોદરા લાવવામા આવ્યા ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમનાં નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.