Not Set/ કચ્છ:જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મામલો, છબીલ પટેલને ભચાઉ કોર્ટ લઈ જવા રવાના

અમદાવાદ, જયંતી ભાનુશાલી હત્યાકાંડમાં ધીરે ધીરે એક પછી એક રહસ્ય ખુલી રહ્યા છે. ક્યારે ભાનુશાળી હત્યાકાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ છબીલ પટેલને લઇને ભચાઉ કોર્ટ જવા રવાના થઈ છે. ભચાઉ કોર્ટ સમક્ષ પોલીસની ટીમ આરોપી છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડની માંગ કરશે. કારણકે મુખ્ય ષડયંત્રકાર છબીલ પટેલના પકડાયા બાદ હત્યાકાંડમાં મનીષા ગોસ્વામીનું નામ પણ આરોપી […]

Top Stories Gujarat Others
mantavya 307 કચ્છ:જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મામલો, છબીલ પટેલને ભચાઉ કોર્ટ લઈ જવા રવાના

અમદાવાદ,

જયંતી ભાનુશાલી હત્યાકાંડમાં ધીરે ધીરે એક પછી એક રહસ્ય ખુલી રહ્યા છે. ક્યારે ભાનુશાળી હત્યાકાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ છબીલ પટેલને લઇને ભચાઉ કોર્ટ જવા રવાના થઈ છે.

ભચાઉ કોર્ટ સમક્ષ પોલીસની ટીમ આરોપી છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડની માંગ કરશે. કારણકે મુખ્ય ષડયંત્રકાર છબીલ પટેલના પકડાયા બાદ હત્યાકાંડમાં મનીષા ગોસ્વામીનું નામ પણ આરોપી તરીકે સ્પષ્ટ થયું છે. અને છબીલ પટેલે પોતે હત્યાકાંડના મુખ્ય આરોપી હોવાનું પણ સ્વીકાર્યું છે.

જેથી નામદાર કોર્ટ પાસેથી રિમાન્ડ મેળવ્યા બાદ હત્યાનું ષડયંત્ર કેવી રીતે ગોઠવવામાં આવ્યું કેસમાં અન્ય કોણ-કોણ સામેલ છે અને હજુ કયા મોટા માથાના નામ પડદા પાછળ હશે તે જાણવા માટે પોલીસ રિમાન્ડની માંગ કરશે.

હત્યાકાંડની તપાસ કરતી પોલીસને વિશ્વાસ છે કે મુખ્ય આરોપી છબીલ પટેલની પૂછપરછ દરમિયાન જયંતી ભાનુશાળીના કોન્ટ્રાક્ટ કિલિંગ કૌભાંડમાં હજુ પણ મોટા રહસ્યો અને ચોંકાવનારા ચહેરા બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

ત્યારે હવે જોવાનું રહેશે કે ભચાઉ કોર્ટ છબીલ પટેલ ના કેટલા દિવસના રિમાન્ડ મંજુર કરે છે અને રિમાન્ડ દરમિયાન કયા નવા ઘટસ્ફોટ સામે આવે છે.