Bhupat Bhayani/ ભૂપતનું ફરી પાછું ‘બહારવટુ’: આપમાંથી છેડો ફાડ્યો

ગુજરાતના રાજકારણમાં ભાજપને હજી 156 બેઠકોથી ધરવ થયો લાગતો નથી. હવે ભાજપની નજર લોકસભાની 26એ 26 બેઠકો કબ્જે કરવા પર છે. આ જ વ્યૂહરચનાને અનુસરતા ભાજપને આપની વધુ એક વિકેટ ખેરવવામાં મહદ અંશે સફળતા મેળવી લીધી લાગે છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 49 ભૂપતનું ફરી પાછું ‘બહારવટુ’: આપમાંથી છેડો ફાડ્યો

ગાંધીનગરઃ ગુજરાતના રાજકારણમાં ભાજપને હજી 156 બેઠકોથી ધરવ થયો લાગતો નથી. હવે ભાજપની નજર લોકસભાની 26એ 26 બેઠકો કબ્જે કરવા પર છે. આ જ વ્યૂહરચનાને અનુસરતા ભાજપને આપની વધુ એક વિકેટ ખેરવવામાં મહદ અંશે સફળતા મેળવી લીધી લાગે છે.

સૌરાષ્ટ્રમાં વિસાવદરના આમ આદમી પાર્ટી (આપ)ના વિધાનસભ્ય ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડ્યો છે. તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવાના છે. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી તો હાલમાં આવવાની નથી. તેથી ભૂપત ભાયાણીએ ભાજપના ધારાસભ્યને જે રીતે હરાવ્યા તે જોતાં આગામી લોકસભા ચૂંટણી માટે તેમને સાંસદ બનાવવાનું ગાજર લટકાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

સત્તાધીશને હંમેશા વધુને વધુ સત્તા જોઈતી હોય છે તે ન્યાયે ભૂપત ભાયાણી સત્તાના ખેલમાં વધુ એક પાયરી ઊંચી ચઢવાની લાલચના ભાગરૂપે આપ સાથે છેડો ફાડી રહ્યા હોવાનું માનવામાં આવે છે. ગઇકાલે જ ભૂપત ભાયાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે સાથે મુલાકાત કરી હતી. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે. આમ ડીલ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે.

જો કે ભૂપત ભાયાણી આપમાં જોડાયાતા તે પહેલા ભાજપમાં જ હતા. પણ પછી ટિકિટ ન મળવાના લીધે 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તે આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા. ભૂપત ભાયાણી અહીં 66 હજાર મત સાથે જીત્યા હતા અને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવેલા અને વિસાવદર પરથી ઊભા રાખવામાં આવેલા ભાજપના હર્ષદ રિબડિયાને તેમણે હરાવ્યા હતા.

આ દર્શાવે છે કે પક્ષ બદલ્યો હોવા છતાં પણ તેમણે પોતાના વિધાનસભા મતવિસ્તાર પર તેમનો પ્રભાવ જાળવી રાખ્યો હતો. ભાજપ હવે તેમના આ જ પ્રભાવનો ઉપયોગ કરીને આગામી લોકસભા બેઠક સુનિશ્ચિત કરવા માંગે છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ