Not Set/ બિલાસપુર/ વિદ્યાર્થીનીઓ નશો કર્યા પછી પહોચી કોલેજ,એક ઓવરડોઝને લીધે બેભાન તો બીજીએ મચાવ્યો હંગામો

કોલેજ જતી યુવતીઓ પણ ડ્રગના રવાડે ચઢી રહી છે. જિલ્લાની સરકારી કોલેજમાં અભ્યાસ કરતી બે યુવતીઓ સોમવારે સવારે 11 વાગ્યે નશોની હાલતમાં કોલેજ કેમ્પસમાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, બિલાસપુરના જુખાલાની સરકારી કોલેજમાં ભણતી બે યુવતીઓ સોમવારે સવારે 11 વાગ્યે નશોની હાલતમાં ફરતી જોવા મળી હતી. કોલેજના એક પૂર્વ વિદ્યાર્થીએ પ્રોફેસરને આની જાણ કરી હતી. […]

Top Stories India
26 11 2019 drunken girl 19790493 બિલાસપુર/ વિદ્યાર્થીનીઓ નશો કર્યા પછી પહોચી કોલેજ,એક ઓવરડોઝને લીધે બેભાન તો બીજીએ મચાવ્યો હંગામો

કોલેજ જતી યુવતીઓ પણ ડ્રગના રવાડે ચઢી રહી છે. જિલ્લાની સરકારી કોલેજમાં અભ્યાસ કરતી બે યુવતીઓ સોમવારે સવારે 11 વાગ્યે નશોની હાલતમાં કોલેજ કેમ્પસમાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, બિલાસપુરના જુખાલાની સરકારી કોલેજમાં ભણતી બે યુવતીઓ સોમવારે સવારે 11 વાગ્યે નશોની હાલતમાં ફરતી જોવા મળી હતી. કોલેજના એક પૂર્વ વિદ્યાર્થીએ પ્રોફેસરને આની જાણ કરી હતી. આ પછી, કોલેજના પ્રોફેસર, આચાર્ય અને આખો સ્ટાફ બંને વિદ્યાર્થીનીઓ પાસે પહોંચ્યો. એક વિદ્યાર્થીની નશાના ઓવર ડોઝને કારણે બેહોશ થઈ ગઈ હતી, ત્યારે બીજી યુવતીએ કોલીજ કેમ્પસ માં હંગામો મચાવી દીધો હતો. આચાર્યએ સ્ટાફના સભ્યોને બંને યુવતીઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું.

યુવતીઓના સબંધીઓને પણ માહિતી આપવામાં આવી હતી. બંને વિદ્યાર્થીની ને માર્કંદ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાયા હતા. યુવતીના પરિવારના સભ્યો આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે યુવતીઓ બી.એ. ફર્સ્ટ યરની વિદ્યાર્થી છે. એક વિદ્યાર્થી દેવળી વિસ્તારમાંથી તો બીજી સિહોલા ગામની વાતની છે. પ્રોફેસરે જણાવ્યું કે સોમવારે સવારે તેઓ બી.એ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવા જઇ રહ્યા હતા. ક્લાસ શરૂ થાય તે પહેલાં જ કેટલાક વિધાર્થીઓ દ્વારા તેમને જન કરવામાં આવી હતી કે, બે છોકરીઓ નશામાં છે.

તે સ્થળ પર ગયા અને જાત તપાસ કરી તો  બંનેની હાલત નબળી હતી. અને બંને વિદ્યાર્થીઓને નશામાં જોઇને આશ્ચર્ય થયું. તેમાંથી એક વિધાર્થીની બેભાન અવસ્થામાં હતી. તેણે આચાર્યને સ્થળ ઉપર બોલાવ્યા હતા.  અન્ય પ્રોફેસરોની સાથે, યુવતી વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે અહીં પહોંચ્યા બાદ એક વિદ્યાર્થીએ હંગામો કરવો શરૂ કર્યો હતો. પ્રોફેસરે કહ્યું કે તે પોતે આશ્ચર્યચકિત છે કે સવારે 10 વાગ્યે, છોકરીઓ કોલેજ પહોંચી હતી. તો 11 વાગ્યે એટલે કે એક કલાકમાં, આ કેવી રીતે શક્ય બન્યું..? આ ક્ષેત્રમાં કેટલાક ડ્રગ્સ માફિયા સક્રિય છે, જેણે તેમને દવાઓ પૂરી પાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.