NAFED/ નાફેડની ચૂંટણીમાં ભાજપના સાંસદ મોહન કુંડારીયા બિનહરીફ

નાફેડની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા હતા. ભાજપ સાંસદ મોહન કુંડારીયા નાફેડની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટણીમાં ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 2024 05 15T154652.710 નાફેડની ચૂંટણીમાં ભાજપના સાંસદ મોહન કુંડારીયા બિનહરીફ

અમદાવાદઃ નાફેડની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા હતા. ભાજપ સાંસદ મોહન કુંડારીયા નાફેડની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટણીમાં ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા હતા. અમરત દેસાઈ, મહેશ પટેલ, જશવંત પટેલ,મગન વડાવીયાએ ઉમેદવારી પત્રક પરત ખેચ્યું હતુ. મોહન કુંડારીયાએ કહ્યું હતું કે મને તક આપવા બદલ પક્ષનો આભાર માનું છું. મારા સહિત પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સમજૂતીથી ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે.

નાફેડની મંડળી વિભાગની ચૂંટણીમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા જાહેર કરાયા હતા. મોહન કુંડારિયાની સાથોસાથ ફોર્મ ભરનારા અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે મોહન કુંડારિયા બિનહરિફ વિજેતા જાહેર થયા હતા. નાફેડના મંડળી વિભાગમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા બનાવવા પક્ષ તરફથી પક્ષ તરફથી તમામને ઉમેદવારી પરત ખેંચવા પક્ષમાંથી મૌખિક સૂચના આપી દેવામાં આવી હતી. તો જેઠાભાઈ ભરવાડ ફેડરેશન વિભાગમાં બિનહરીફ ડાયરેકટર બનવાનું પણ નક્કી છે. નાફેડના બોર્ડમાં જેઠાભાઈને મહત્વની જવાબદારી અપાય તેવો પણ તખ્તો ઘડાઈ રહ્યો છે.

નાફેડ માટે ભાજપના સાંસદ મોહન કુંડારિયા, ગાંધીનગરના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઈ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા, હિંમતનગરના મહેશભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. 15 મે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા. ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે.

જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી હતી. જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મળી હતી કે ગુજરાતના 181માંથી પૈકી 121 મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત