BJP-Election/ ભાજપ લોકસભા ચૂંટણી માટે કસી કમરઃ કેન્દ્રીય સંગઠનમાં નવા હોદ્દેદારો જાહેર, ગુજરાતમાંથી કોઈ નહીં

ભાજપે તેના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. જેમાં રમણ સિંહ અને વસુંધરા રાજેને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ યાદીમાં અન્ય ઘણા દિગ્ગજ નેતાઓના નામ પણ સામેલ છે.

Top Stories India
Nadda ભાજપ લોકસભા ચૂંટણી માટે કસી કમરઃ કેન્દ્રીય સંગઠનમાં નવા હોદ્દેદારો જાહેર, ગુજરાતમાંથી કોઈ નહીં

ભાજપે તેના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. જેમાં રમણ સિંહ BJP-Election અને વસુંધરા રાજેને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ યાદીમાં અન્ય ઘણા દિગ્ગજ નેતાઓના નામ પણ સામેલ છે. જણાવી દઈએ કે 13 ઉપપ્રમુખ અને આઠ રાષ્ટ્રીય મહામંત્રીઓની યાદી બહાર પાડવામાં આવી છે. સંજય બાંદીને મહાસચિવ બનાવવામાં આવ્યા છે. આમા ગુજરાતમાંથી કોઈ નિમણૂક થઈ નથી.

તેઓ અગાઉ તેલંગાણાના પ્રમુખ હતા. તેમને હટાવીને કિશન રેડ્ડીને તેલંગાણાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. કેરળના અનિલ એન્ટોનીને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. તેઓ એ.કે.એન્ટનીના પુત્ર છે. રાજ્યસભાના BJP-Election સાંસદ સુરેન્દ્ર નાગરને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા હતા. આ સિવાય રાધા મોહન અગ્રવાલને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

ભાજપે રમણ સિંહ, વસુંધરા રાજે, રઘુબર દાસ, બૈજંત પાંડા, સૌદાન સિંહ, સરોજ પાંડે, રેખા વર્મા, ડીકે અરુણા, એમ. ચૌબા એઓ, અબ્દુલ્લા કુત્તી, લક્ષ્મીકાંત બાજપાઈ, લતા તેનેન્ડી અને તારિક મંસૂરને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ BJP-Election બનાવ્યા છે.

રાષ્ટ્રીય મહામંત્રી તરીકે અરુણ સિંહ, કૈલાશ વિજયવર્ગીય, દુષ્યંત કુમાર ગૌતમ, તરુણ ચુગ, વિનોદ તાવડે, સુનીલ બંસલ, સંજય બાંડી, રાધા મોહન અગ્રવાલ બનાવાયા છે. રાષ્ટ્રીય સચિવ તરીકે વિજયા રાહટકર, સત્ય કુમાર, અરવિંદ મેનન, BJP-Election પંકજા મુંડે, નરેન્દ્ર સિંહ રૈના, ડો.અલકા ગુર્જર, અનુપમ હાઝરા, ઓમપ્રકાશ ધુરવે, ઋતુરાજ સિંહા, આશા લાકરા, કામાખ્યા પ્રસાદ તાસા, સુરેન્દ્ર સિંહ નગર, અનિલ એન્ટોની, બીએલ સંતોષને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બનાવવામાં આવ્યા છે. તેની સાથે જ શિવપ્રકાશને રાષ્ટ્રીય સહ સંગઠન મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચોઃ વરસાદ/ગુજરાતના 114 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,પાવી જેતપુરમાં આઠ ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ Big Breaking/ગુજરાતમાં મોહરમની જાહેર રજા હોવા છંતા પણ આવતીકાલે શાળાઓ ચાલુ રહેશે,શિક્ષણ વિભાગે આ કારણથી જાહેર કર્યો પરિપત્ર

આ પણ વાંચોઃ ગાંધીનગર/એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચોઃ ક્રાઈમ/અલગ અલગ રાજ્યમાં 50 કરતાં વધારે ઘરફોળ ચોરીના ગુનાને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગના બે ઇસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા

આ પણ વાંચોઃ વરસાદી આફત/નવસારીમાં મેઘો કોપાયમાન,ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી: નદીઓ બની ગાંડીતુર