Haidarabad/ ભાજપનો દબદબો વધ્યો, ટીઆરએસની સત્તા ઓવૈસીના ભરોસે

૧ કરોડથી વધુ વસ્તી ધરાવતા ભૂતકાળમાં સંયુક્ત આંધ્રપ્રદેશના એક ભાગ હતા અને હાલ તેલંગણાના હૈદ્રાબાદ નગર નિગમ એટલે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી આવી નથી.

Top Stories Mantavya Vishesh
himmat thhakar 1 ભાજપનો દબદબો વધ્યો, ટીઆરએસની સત્તા ઓવૈસીના ભરોસે

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

૧ કરોડથી વધુ વસ્તી ધરાવતા ભૂતકાળમાં સંયુક્ત આંધ્રપ્રદેશના એક ભાગ હતા અને હાલ તેલંગણાના હૈદ્રાબાદ નગર નિગમ એટલે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી આવી નથી. ટીઆરએસ ૫૬ બેઠકો સાથે મોટો પક્ષ બન્યો છે જ્યારે ભાજપને ૪૯ અને ઓવૈસીના પક્ષે ૪૩ બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને સમખાવા પૂરતી બે બેઠકો મળતા તેની ૨૦૧૬માં જે તાકાત હતી તે જળવાઈ રહી છે. સંયુક્ત આંધ્રપ્રદેશ વખતે ૨૦૦૯માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ૫૨, ટીડીપીને ૪૫, ઓવૈસીના પક્ષ એ.આઈ.એમ.આઈ.એમને ૪૩ ભાજપને ૪ અને અન્યને ૫ બેઠક મળી હતી. તે વખતે ૧૪૯ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.

જ્યારે તેલંગણાના અલગ રાજ્યની સ્થાપની બાદ ૨૦૧૬માં યોજાયેલી ચૂંટણીમાં ટીઆરએસને ૯૯, ઓવૈસીના પક્ષને ૪૪, ભાજપને ૪ કોંગ્રેસને ૨ અને ટીડીપીને ૧ બેઠક મળી હતી. આ વખતે ચિત્ર બદલાયું છે. થોડા સમય પહેલા તેલંગાણાની ૧ બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. તેમાં ભાજપના ઉમેદવારની જીત થયા બાદ ભાજપની છાવણી ઉત્સાહમાં હતી.

Hyderabad Election Results Ghmc Live Updates Asaduddin Owaisi Chandrasekhar Rao Shah Bjp Trs Aimim Congress Others - Hyderabad Election Results: Trs सबसे बड़ी पार्टी, भाजपा में भी जश्न, Aimim तीसरे नंबर पर

હૈદરાબાદ નગર નિગમની ચૂંટણી જાહેર થતાંની સાથે જ ભાજપે તમામ તાકાત મેદાનમાં ઉતારી હતી. ગૃહમંત્રી અમિત શાહે રેલી અને રોડ શો કર્યો હતો. રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ પણ સંખ્યાબંધ રેલી કરી હતી. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સહિતના ભાજપના ૬ ટોચના મહાનુભાવોએ તો હૈદરાબાદમાં ધામા નાખ્યા હતા. ૫૦ ટકા કરતાં વધુ મુસ્લિમ વસ્તિ ધરાવતા હૈદરાબાદમાં દમદાર પ્રચાર કર્યો હતો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હૈદરાબાદનું નામ બદલી ભાગ્યનગર કરવા અંગેના તેમના સુચનને તો અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો. જ્યારે ચૂંટણીના ચાણક્ય ગણાતા અમિત શાહે છેલ્લી ઘડીએ એવો પાસો ફેંક્યો હતો કે ટીઆરએસ અને ઓવૈસીના પક્ષ વચ્ચે સમજુતી થઈ છે. તેમણે પત્રકાર પરિષદમાં એવું કહ્યું હતું કે ઓવૈસી સાથે ગઠબંધન કર્યું હોય તો તેના મતે ખોટું નથી કોઈપણ પક્ષ માટે ગઠબંધન જરૂરી હોય છે પરંતુ રૂમમાં બેસી ઈલુ – ઈલુ કરી બેઠકોની વહેચણી કરી લેવી તે યોગ્ય છે કે નહિં ? તેનો મુખ્યમંત્રી રાવ જવાબ આપે જાેકે ટીઆરએસના કોઈ નેતા અમિત શાહના આ પ્રશ્નનો જવાબ આપી ન શક્યા અને જે વાત ઘણા વિસ્તારોમાં હિંદુ મતો ખેંચવામાં ભાજપને મદદ મળી ભાજપને ૪૯ બેઠકો મળી તે ઓછી તો નથી જ . કારણ કે ૪માંથી ૪૯ થઈ છે એટલે ૧૧ ગણી બેઠકો થઈ છે. તેના માટે તો વકરો એટલો નફો થયો છે. હૈદરાબાદના જૂના હૈદરાબાદ સિવાયના તમામ વિસ્તારોમાં ભાજપે અફલાતુન દેખાવ કર્યો છે. આંધ્રપ્રદેશ ભાજપના મંત્રી કિશન રેડ્ડી કહે છે કે હવે ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં સરકાર અમારી આવશે તેઓ વિશ્વાસ બેસી ગયો છે.

hyderabad election result ke baad tv debate me bhide sudhanshu trivedi aur owaisi : हैदराबाद जीत से बीजेपी बना रही 2023 चुनाव का प्लान, ओवैसी ने कहा- दूर के ढोल सुहावने - Navbharat Times

આની સામે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને તેમના પુત્ર સહિતના ટીઆરએસના આગેવાનો કહે છે કે પરિણામ અમારી ધારણા મુજબ નથી. તે વાત સાચી છે પરંતુ અમે ૨૦ જેટલી બેઠકો માત્ર ૧૦૦ કે તેથી ઓછા મતે હાર્યા છીએ છતાંય પ્રજાએ સૌથી મોટા એટલે કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે અમને જ માન્યતા આપી છે. વિધાનસભા લોકસભા અને સ્થાનિક ચૂંટણીમાં મુદ્દા અને ઉમેદવારો અલગ હોય છે. તેથી સ્થઆનિક ચૂંટણીની હાર જીતનો પ્રદેશ કે રાજ્યકક્ષાની ચૂંટણી પણ કોઈ અસર પડતી નથી આ ટીઆરએસનો ખ્યાલ છે. જાેહું એક વાત નક્કી કે કોંગ્રેસ, ન કરી શકી તે કામ ભાજપે કરી બતાવ્યું છે તે વાત તો નોંધવી જ પડે.

હવે ઓવૈસીનો પક્ષ (એ.આઈ.એમ.આઈ.એમ.) કહે છે કે અમે સલામત છીએ અમને કોઈ મોટો ગેરફાયદો થયો નથી ફાયદો મેળવી શક્યા નથી. તે સાચુ પણ તેને પ્રાજનો ચૂકાદો ગણી માન આપીએ છીએ તેમ જણાવી ઓવૈસી પોતે કહે છે કે અમે અમારા વિસ્તારમાં જ લડ્યા હતા. ૫૧ બેઠકો લડી અમે ૪૩ બેઠકો મેળવી છે. અમારી સફળતાનો દર ૮૦ ટકા કરતા વધારે છે. બે બેઠકો અમે પણ ૧૦૦થી અંદરના મતે ગુમાવી છે. ભાજપ કે અમિત શાહ અમારા ગઢમાં ગાબડુ પાડી શક્યા નથી. અમારૂ ધ્યેય એ હશે કે તેલંગણામાં ભાજપ સત્તા પર સાવે નહિં હૈદરાબાદમાં પણ આ જ વખતે હતું અને રહેશે. જાેકે તેમણે કોંગ્રેસની ઈન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને એવો સંકેત આપ્યો હતો કે કોંગ્રેસ ઘણી બેઠકો પર ટી.આર.એસ. અને અમને નહિં છે. તેથી કોંગ્રેસે તેલંગણામાં ભાજપને વધુ બેઠકો જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

LIVE Hyderabad GHMC Elections results 2020: BJP stops TRS by majority in Hyderabad Municipal Corporation election

કોંગ્રેસની વાત કરીએ તો તેના માટે સંપૂર્ણ રકાસ કે સફાયા સિવાય બીજાે કોઈ શબ્દ વાપરી શકાય નહિ. કોંગ્રેસે તમામ ૧૫૦ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા તેમાંથી સમખાવા પૂરતી બે બેઠકો મળી છે અને ૩૦ કરતાં વધુ બેઠકો પર તો ત્રણ આંકડા કરતાં ઓછા મત મળ્યા છે. આંધ્ર તેલંગણા, કેરળ, તમિલનાડુ, પાૈંડીચેરી સહિતના દક્ષિણના રાજ્યોમાં કોંગ્રેસને પ્રાદેશિક પક્ષોની આંગળી પકડીને ચાલવું પડે તેવી હાલત છે.

સ્થાનિક કક્ષાએ ચૂંટણી હોવા છતાં ભાજપે પ્રચારમાં જે આક્રમકતા દાખવી તેનું ફળ તેને મળ્યું છે કેન્દ્રીય પ્રધાનોની ફોજ સહિતના નેતાઓની જહેમત લેખે લાગી છે. મોદી અમિત શાહ અને યોગી આદિત્યનાથનો જાદુ ચાલી ગયો છે. જ્યારે ટીઆરએસ ભાજપની તાકાતને પારખવામાં નિષ્ફળ ગયો છે અથવા તો કેટલાક વિવેચકો કહે છે તે પ્રમાણે વધુ પડતા આત્મ વિશ્વાસમાં પણ રહી ગયો છે તે વાત નોંધાવી જ પડે તેમ છે. જ્યારે ઓવૈસીના પક્ષે ભાજપની આક્રમકતાનો તેની જ ભાષામાં જવાબ આપી પોતાનું વર્ચસ્વ ટકાવી રાખ્યું છે. પણ આ વર્ચસ્વ ટકાવી રાખ્યું છે પણ આ વર્ચસ્વ વધ્યું નથી. ટીડીપી દેખાવ પણ નિરાશાજનક છે. કોંગ્રેસની ૨૦૦૯ની પર બેઠકોની તાકાત ૨૦૧૬માં ઘટીને માત્ર બે થઈ અને મતોની ઘટેલી ટકાવારી સાથે તેણે બે બેઠકો જાળવી રાખી છે. પણ સાથો સાથ બે બેઠકો પર ઓવૈસીની અને ૨૦ બેઠકો પર ટીઆરએસની જીતને બ્રેક મારી છે. અથવા તો આ બન્ને પક્ષો અને કેટલાક વિવેચકો એવું કહે કે કોંગ્રેસે બધી બેઠકો લડી ભાજપને પોતાની તાકાત વધારવામાં મહેનત કરી છે તો આ વાત સાવ ખોટી તો નથી જ તે કહેલું પડે.

આંધ્રપ્રદેશના વિભાજન થયા બાદ તેલંગાણામાં ૨૦૧૪માં લોકસભાની પ્રથમ ચૂંટણીની સાથે જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ટીઆરએસની સત્તા આવી હતી. જ્યારે ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ટીડીપીના ગઠબંધનને હરાવીને તો ઠીક પણ સાવ તળિયે ધકેલી દઈને તેલંગાણામાં ટીઆરએસની સત્તાનું પૂનરાવર્તન કર્યું હતું ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં પણ આજ ઈતિહાસનું પૂનરાવર્તન કરી મોટા ભાગની બેઠકો અંકે કરી હતી. આ સિધ્ધી કોઈ જેવી – તેવી તો નથી જ તે નોંધવું પડે. ટીઆરએસ લોકસભા કે રાજ્ય સભામાં મતદાન વખતે અમુક કિસ્સામાં ભાજપની સાથે જ રહ્યો છે છતાં એન.ડી.એન. ઘટક બન્યો નથી. જ્યારે તેલંગણાની લડત બાદ અમુક સમય સુધી કોંગ્રેસની સાથે રહ્યા બાદ યુપીએનો ઘટક બન્યા નથી અને પોતાની બીન કોંગ્રેસી બીન ભાજપી પક્ષ તરીકેની પોતાની ઈમેજ જાળવી છે. આ વાત તો નોંધવી જ પડે તેમ છે.

નિઝામના પૂર્વશાસનવાળા હૈદરાબાદમાં આ વખતે પરિણામ એવું આવ્યું છે કે જ્યાં મેયર કોણ બને તે મર્યાદિત બેઠકો લડનાર અને કટ્ટરવાદી નેતાની છાપ ધરાવનાર અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં યુપીએને નડનાર અને ભાજપની ટીમ તરીકેની છાપ ધરાવનાર ઓવૈસીનો પક્ષ જ નક્કી કરશે. ટુંકમાં હૈદરાબાદમાં ઓવૈસીનો પક્ષ કીંગ નહિં પણ કીંગમેકર ચોક્કસ બન્યો છે. જાે કે ટીઆરએસને હૈદરાબાદમાં મેયરપદ મેળવવું હોય તો ઓવૈસીના પક્ષ મજલીસનો સાથ લીધા વગર છુટકો જ નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…