Green tea VS Black coffee: આજના સમયમાં મેદસ્વીતા (Obesity) એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. 10માંથી 7 લોકો વધતા વજનથી પરેશાન છે અને તેને ઘટાડવા માટે જાતજાતના નુસખા અપનાવતા હોય છે. વજન ઘટાડવાની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ ‘ગ્રીન ટી’ (Green tea) અને ‘બ્લેક કોફી’ નું આવે છે.
પરંતુ સૌથી મોટી મૂંઝવણ એ છે કે સવારે ખાલી પેટ આ બંનેમાંથી કયું પીણું પીવું જોઈએ? શું બ્લેક કોફી પીવાથી ચરબી ઝડપથી ઓગળે છે કે પછી ગ્રીન ટી સેફ ઓપ્શન છે? ચાલો નિષ્ણાતોનો અભિપ્રાય જાણીએ.
બ્લેક કોફી: એનર્જીનો પાવરહાઉસ
બ્લેક કોફી વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, પણ તેના ફાયદા અને ગેરફાયદા બંને છે.
ફાયદા: બ્લેક કોફીમાં ભરપૂર માત્રામાં કેફીન (Caffeine) હોય છે. તે પીવાથી મેટાબોલિઝમ તરત જ બૂસ્ટ થાય છે અને ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપી બને છે.
ગેરફાયદા: ખાલી પેટ કોફી પીવાથી ઘણા લોકોને એસિડિટી, પેટમાં બળતરા કે ગભરામણ થઈ શકે છે. ઉપરાંત, તે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન ‘કોર્ટિસોલ’નું લેવલ વધારી શકે છે.
ગ્રીન ટી: બોડી ડિટોક્સ માટે બેસ્ટ (Green tea)
ગ્રીન ટી (Green tea) સ્વાસ્થ્ય માટે હળવી અને સુરક્ષિત માનવામાં આવે છે.
ફાયદા: તેમાં ‘કેટેચિન્સ’ (Catechins) નામનું એન્ટી-ઓક્સિડન્ટ હોય છે, જે ધીમે-ધીમે પણ સુરક્ષિત રીતે ચરબી ઓગાળવામાં મદદ કરે છે. તે શરીરને ડિટોક્સ કરે છે અને બ્લેક કોફીની સરખામણીએ પેટ માટે હળવી હોય છે.
ગેરફાયદા: તેમાં રહેલું ટેનિન (Tannin) અમુક લોકોને ખાલી પેટ પીવાથી પેટની સમસ્યા કરાવી શકે છે.
તમારે શું પસંદ કરવું જોઈએ? (The Final Verdict)
તમારા શરીર અને રૂટીન મુજબ તમારે પસંદગી કરવી જોઈએ:
જો તમે કસરત કરો છો: જો તમે સવારે વર્કઆઉટ કરતા હોવ, તો ‘બ્લેક કોફી’ તમારા માટે બેસ્ટ છે. તે પ્રી-વર્કઆઉટ ડ્રિંક તરીકે કામ કરશે અને તમને કસરત કરવા માટે એનર્જી આપશે તેમજ વધુ કેલરી બર્ન કરશે.
જો કસરત નથી કરતા: જો તમારું રૂટીન સામાન્ય છે અને તમે હેવી વર્કઆઉટ નથી કરતા, તો ‘ગ્રીન ટી’ (Green tea)સુરક્ષિત વિકલ્પ છે.
જો એસિડિટી હોય: જે લોકોને એસિડિટી કે માઈગ્રેનની સમસ્યા હોય તેમણે ખાલી પેટ બ્લેક કોફી બિલકુલ ન પીવી જોઈએ. તેમના માટે ગ્રીન ટી (Green tea) વધુ સારી રહેશે.
સાચી રીત કઈ છે?
નિષ્ણાતોના મતે, સવારે ઉઠતાની સાથે જ ડાયરેક્ટ ચા (Green tea) કે કોફી ન પીવી જોઈએ.
સૌથી પહેલા 1 થી 2 ગ્લાસ હુંફાળું પાણી પીવું.
ત્યારબાદ 30 મિનિટ પછી જ બ્લેક કોફી અથવા ગ્રીન ટી (Green tea) પીવી જોઈએ. આનાથી પેટને નુકસાન થશે નહીં.
(ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈપણ નવો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર કે ડાયેટિશિયનની સલાહ લેવી હિતાવહ છે.)
આ પણ વાંચો : સાવધાન: તમારા રસોડામાં જ છુપાયેલું છે કેન્સરનું જોખમ? આ 7 વસ્તુઓ ખાતા પહેલા સો વાર વિચારજો!




