Not Set/ બોર્ડની પરીક્ષા નિયમ મુજબ નિયત સમયે જ યોજાશે, વાલીઓ દ્વિધામાં ન રહે : મુખ્યમંત્રી રૂપાણી

દેશભરમાં વિવિધ રાજ્યો સહિત ગુજરાતમાં પણ કોરોના નો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક રાજ્યોની સરકારો દ્વારા બોર્ડની પરીક્ષાના સમયે અંગે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં પણ આવું થશે તે વિદ્યાર્થીઓ

Top Stories Gujarat
cm today 2 બોર્ડની પરીક્ષા નિયમ મુજબ નિયત સમયે જ યોજાશે, વાલીઓ દ્વિધામાં ન રહે : મુખ્યમંત્રી રૂપાણી

દેશભરમાં વિવિધ રાજ્યો સહિત ગુજરાતમાં પણ કોરોના નો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક રાજ્યોની સરકારો દ્વારા બોર્ડની પરીક્ષાના સમયે અંગે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં પણ આવું થશે તે વિદ્યાર્થીઓ અને વાલીઓ વિચારી રહ્યા હતા. તેની વચ્ચે એવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા બોર્ડની પરીક્ષા સમયસર લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતાં તમામ અટકળોનો અંત આવ્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગુજરાત બોર્ડની પરીક્ષા નિયમ સમય અને નિયત તારીખે જાહેર કર્યા અનુસાર  બોર્ડની પરીક્ષા આવતા મહિને જ લેવામાં આવશે. જેથી વિદ્યાર્થી કે વાલી કે શિક્ષણ સ્ટાફ કોઇ પ્રકારની ગફલત કે દ્વિધામાં ન રહે.

Gujarat board changes exam format for Classes 9 to 12

રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન વકરતી જાય છે. એમાં પણ પેલા બે-ત્રણ દિવસમાં પૂર્ણ આનો આંકડો 5,000ને પણ વટાવી ગયો છે. જ્યારે ગઈકાલે તો આ આંકડો સીધો 6,000ને પાર થયો છે.કોરોનાકાળમાં હાલ તમામ પ્રકારની શૈક્ષણિક કામગીરી ઓનલાઈન ચાલી રહી છે. કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ઑફલાઈન બંધ કરાયુ છે. આગામી 30મી એપ્રિલ સુધી ઓનલાઈન  શિક્ષણ ચાલુ રહેશે. જોકે, તેની વચ્ચે ધોરણ-10 અને 12નીબોર્ડની પરીક્ષા અંગે ભારે અસમંજસ જોવા મળી હતી તે મુખ્યમંત્રીએ દૂર કરી છે.

Punjab Budget 2021: 250 schools to be upgraded; Rs 100 crores allocated for  smartphones for 12th students

Covid-19 / સુરતમાં 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત, રેમેડેસિવિર ઇન્જેક્શનની પડી જરૂર

જેના કારણેરાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે અગાઉ જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલકો પણ અસમંજસની સ્થિતિમાં મૂકાયાહતા. અગાઉ સરકારે ઓનલાઇન શિક્ષણ અંગે જાહેરાત કર્યા બાદ તમામ શિક્ષણ ઓનલાઇન ચાલી રહ્યું છે. જેની વચ્ચે મહારાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષા આગળ ઠેલવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ બોર્ડની પરીક્ષા અંગે અસમજંસ હતી. જે મુખ્યમંત્રીએ આજે દુર કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી SOP નું ચુસ્તપણે પાલન કરીને બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. 

Hartal: No changes in school exams tomorrow (Dec 17); Joint council says  they won't call off hartal - KERALA - GENERAL | Kerala Kaumudi Online

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…