અકસ્માત/ બોડેલી: ઝાડ સાથે ટ્રક અથડાતાં બે લોકોના ઘટનાસ્થળે મોત

બોડેલી તાલુકાના નવાપુરા ગામના પાટિયા પાસે ડમ્પર ઝાડ સાથે અથડાતાં ડમ્પરનો ચાલક અને કંડક્ટરને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં બન્નેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. બોડેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બોડેલી તાલુકાના જબૂગામ રહેતા મિતેશ ગુર્જરની માલિકીનું ડમ્પર તેનો […]

Gujarat Health & Fitness
orig 0 1622406285 બોડેલી: ઝાડ સાથે ટ્રક અથડાતાં બે લોકોના ઘટનાસ્થળે મોત

બોડેલી તાલુકાના નવાપુરા ગામના પાટિયા પાસે ડમ્પર ઝાડ સાથે અથડાતાં ડમ્પરનો ચાલક અને કંડક્ટરને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં બન્નેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. બોડેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બોડેલી તાલુકાના જબૂગામ રહેતા મિતેશ ગુર્જરની માલિકીનું ડમ્પર તેનો ચાલક મહેશભાઈ રમેશભાઈ રાઠવા (રહે રીછીયા, તા. ઘોઘંબા જિ. પંચમહાલ) અને સાથે કંડક્ટર કિરણભાઈ ભયલાલભાઈ રાઠવા (રહે. રીછીયા, તા. ઘોઘંબા જિ. પંચમહાલ) નાઓ ડમ્પર લઈ જઈ રહ્યા હતા. બોડેલી ડભોઈ રોડ પર પીઠા ગામે નવાપુરા ગામના પાટીયા પાસે ચાલક મહેશભાઈ ડમ્પરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં ડમ્પર રોડની બાજુમાં લીમડાના ઝાડ સાથે અથડાયુ હતું અને તેમાં ડ્રાઈવર મહેશભાઈને મોઢાના ભાગે ડાબા હાથના ખભા ઉપર, તથા બન્ને પગે તથા કમ્મરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું.તેમજ સાથેના કંડક્ટર કિરણભાઈને પણ બન્ને પગેતથા માથાના ભાગે તથા ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ બન્નેનું મોત થયુ હતું. બોડેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ માર્ગ અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું