Not Set/ સુરતમાં જેલમાંથી છુટયાં બાદ બુટલેગરે વૈભવી કારમાં કાઢી રેલી, ઉંઘતી રહી પોલીસ

બુટલેગર ઈશ્વર વાસફોડીયાએ જેલમાંથી છૂટ્યા બાદ જેગુઆર કારમાં રેલી કાઢી હતી. તેની આગળ અને પાછળ પણ ગાડીઓનો કાફલો હતો.

Gujarat Surat
A 131 સુરતમાં જેલમાંથી છુટયાં બાદ બુટલેગરે વૈભવી કારમાં કાઢી રેલી, ઉંઘતી રહી પોલીસ

સુરતમાં જાણે કે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા હતા. બુટલેગર ઈશ્વર વાસફોડીયાએ જેલમાંથી છૂટ્યા બાદ જેગુઆર કારમાં રેલી કાઢી હતી. તેની આગળ અને પાછળ પણ ગાડીઓનો કાફલો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યોછે.

મળતી માહિતી અનુસાર, સુરતમાં પલસાણ તાલુકાના વાંકાનેડા ગામના ઉપ સરપંચને રિવોલ્વર બતાવી ધમકી આપવાના આરોપ જેના પર છે તેવો કુખ્યાત બુટલેગર આશ્વર વાંસફોકડિયા એક ભુરા રંગની જેગુઆર કારમાં રેલી રૂપે રસ્તા પર નિકળ્યો હતો. ડીજે પર જોરદાર અવાજ સાથે મુંબઈના ગુંડાતત્વો પર બનેલું શુટઆઉટ એટ વડાલા મુવીના એ માન્યા… સોંગ પર રેલી કાઢી હતી. ભાઈ બોલે તો.. જીને કા… ભાઈ બોલે તો પીને કા… આવા શબ્દો સાથે વિસ્તારમાં ચકચાર મચાવી મુકી હતી.

A 132 સુરતમાં જેલમાંથી છુટયાં બાદ બુટલેગરે વૈભવી કારમાં કાઢી રેલી, ઉંઘતી રહી પોલીસ

આ પણ વાંચો :સામાન્ય બાબતમાં ખેલાયો ખૂની ખેલ, એક સાધુએ બીજા સાધુની કરી હત્યા

 બુટલેગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ જોરદાર જોવાઈ રહ્યો છે અને લોકો તંત્રની કામગીરી પર આંગળીઓ ઉઠાવી રહ્યા છે. આ રેલી બુટલેગરે પોતાને ઉપ સરપંચને ધમકાવવાના કેસમાં મળેલા જામીનને પગલે હરખમાં કાઢવામાં આવી હતી. જોકે હરખ કરતાં આ રેલી વિસ્તારમાં પોતાનો રૌફ બતાવવા અને કાયદાના હાથમાંથી કેવો છટકી ગયો જોયું ને… તેવું બતાવવાનું વધુ હતું.

A 133 સુરતમાં જેલમાંથી છુટયાં બાદ બુટલેગરે વૈભવી કારમાં કાઢી રેલી, ઉંઘતી રહી પોલીસ

પોતે લક્ઝુરિયસ કારની સનરૂફમાં બહાર આવી લોકોનું અભિવાદન ઝીલતો હતો. અને ગામમાં લોકો પણ તેને જોવા માટે બહાર નીકળી પડ્યા હતા. ઈશ્વરની કારોનો કાફલો પણ લાંબો હતો. અને સાથે સાથે ફિલ્મી ગીતો પણ વગાડવામાં આવતા હતા. જાણે કે કોઈ મોટું કામ કરીને ગામમાં પ્રવેશ્યો હોય તે રીતે બુટલેગરે ગામમાં એન્ટ્રી મારી હતી.

આ પણ વાંચો :નશામાં ધૂત ડ્રાઈવરે ખાંડ ભરેલી ટ્રક ઠાલવી દીધી, પછી જે થયું..

ગુજરાતમાં અસામાજિક અને લુખ્ખા તત્વોને કાયદાનો ડર ન હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં બૂટલેગરો બેફામ થયા છે. જાહેર સ્થળ ઉપર પોતાના જન્મદિવસની ઉજવણી કરી ટોળા એકત્રિત કરીને કરવામાં આવ્યા હોય અથવા તો જાહેરમાં કેક કાપતાં અનેક વીડિયો વાયરલ થયા છે.

આ પણ વાંચો :જામનગરમાં તસ્કરોનો તરખાટ , ધોળા દિવસે થઇ લાખોની લૂંટ