Not Set/ આ વેપારીએ પોતાના પંથકને કોરોના મુક્ત કરવાનું ઝડપ્યું બીડું, ઉકાળા અને મીથીલીનનું કરી રહ્યા છે વિતરણ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામના કે જયાં કદમ જવેલર્સ ગ્રુપના સહયોગથી એક પરીવારે આયુર્વેદિક દવા અને તેનો ઉકાળો બનાવવાનુ કાચુ મટીરીયલ ના પેકિંગ બનાવી તેમજ મીથીલીનની બોટલો નુ મફત ઘરે ઘરે વિતરણ કરી ઢસા અને આ પંથકને કોરોના મુક્તની નેમ રાખી રહ્યું છે.

Gujarat Others Trending
dukhd 12 આ વેપારીએ પોતાના પંથકને કોરોના મુક્ત કરવાનું ઝડપ્યું બીડું, ઉકાળા અને મીથીલીનનું કરી રહ્યા છે વિતરણ

કોરોનાની મહામારીમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામ અને પંથકને કોરોના મુક્ત કરવાની નેમ સાથે કદમ જવેલર્સ ગ્રુપ ના સહકારથી એક પરીવારે આયુર્વેદિક ઉકાળો બનાવવાનું કાચુ મટીરીયલ ઘરે બનાવી તેના પેકેટ તૈયાર કરે છે તેમજ મીથીલીનની બોટલો લોકોના ઘેર ઘેર ઘેર વિતરણ કરી એક અનોખી સેવા કરી રહ્યા છે આ પરીવાર દ્વારા અત્યાર સુધીમાં ૧૦ જેટલા ગામડાઓમાં ૨૦ હજાર જેટલા આર્યુવૈદિક ઓષઘીઓનું કાચુ મટીરીયલ તેમજ ૭ હજાર મીથીલીનની બોટલોનું ઘરે વિતરણ પૂર્ણ કર્યુ છે અને હાલ વિતરણ શરૂ છે ત્યારે પરિવારની આ અનોખી સેવાથી લોકોમાં પણ હર્ષની લાગણી સાથે કોરોના સંક્રમણને અટકાવવા માટે તેનું સેવન કરી લોકોએ પરિવારની આ સેવાને બીરદાવે છે.

dukhd 15 આ વેપારીએ પોતાના પંથકને કોરોના મુક્ત કરવાનું ઝડપ્યું બીડું, ઉકાળા અને મીથીલીનનું કરી રહ્યા છે વિતરણ

દેશમાં અને રાજયમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે રાજયની તમામ હોસ્પિટલોમાં જગ્યા નથી અને દર્દીઓને હોસ્પિટલની ગેલેરીમા કે હોસ્પિટલના મેદાનમાં દર્દીઓ ને બેસાડી સારવાર કરવાનો વારો આવ્યો છે તેમજ ઓક્સિજનનો પુરવઠો પુરતા પ્રમાણમાં મળતો નથી જેથી કેટલાય દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. તેમજ સ્મશાન મા પણ જગ્યા ટુકી પડી રહી છે. ત્યારે રાજય સરકાર દ્વારા સુવિધાઓ પુરી કરવા પ્રયત્નો કરી રહી છે. પરંતુ રોજેરોજ વધતા જતા કોરોનાના પોઝીટીવ કેસો ને લઈને સરકાર પણ ચિંતા મા છે. ત્યારે શહેરોમાં તેમજ તાલુકા મથકોએ સામાજીક સંસ્થાઓ અને સેવાભાવી લોકો તેમજ ઉધોગપતિઓ સેવા કરવા બહાર આવ્યા છે.અને જમવા, ઓક્સિજન સહિતની સેવા શરૂ કરી છે.

dukhd 16 આ વેપારીએ પોતાના પંથકને કોરોના મુક્ત કરવાનું ઝડપ્યું બીડું, ઉકાળા અને મીથીલીનનું કરી રહ્યા છે વિતરણ

ત્યારે આપણે વાત કરવી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામના કે જયાં કદમ જવેલર્સ ગ્રુપના સહયોગથી એક પરીવારે આયુર્વેદિક દવા અને તેનો ઉકાળો બનાવવાનુ કાચુ મટીરીયલ ના પેકિંગ બનાવી તેમજ મીથીલીનની બોટલો નુ મફત ઘરે ઘરે વિતરણ કરી ઢસા અને આ પંથકને કોરોના મુક્તની નેમ રાખી રહ્યું છે.

dukhd 13 આ વેપારીએ પોતાના પંથકને કોરોના મુક્ત કરવાનું ઝડપ્યું બીડું, ઉકાળા અને મીથીલીનનું કરી રહ્યા છે વિતરણ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે રહેતુ પાવરા પરીવાર કે જેઓનું ઢસા ગામે ૩૦ લોકોનુ ગ્રુપ છે. તેઓ કદમ જવેલર્સ ના સહયોગથી જામનગર થી દેશી દવા અને ઉકાળા બનાવવાની દવા તેમજ મીથીલની બોટલો લાવે છે. અને પછી ઘરે આયુર્વેદિક દવા ને આ પરીવાર ના બહેનો, પુરુષો તેમજ બાળકો સહિત કુલ ૧૫ સભ્યો આ કાચુ મટીરીયલ છે તેને મીકસ કરવુ, ખાંડવુ આમ તૈયાર કરે છે અને પછી તેના પેકેટ બનાવે છે પછી બપોર બાદ દરરોજ એક ટીમ બનાવી ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરવા જાય છે આમ આ પરીવાર દ્વારા અત્યાર સુધી મા ૧૦ ગામોમાં ૨૦ હજાર આયુર્વેદિક દવાના ઉકાળા માટેનું કાચુ મટીરીયલ ના પેકિંગ તેમજ ૭ હજાર મીથીલની બોટલોનુ વિતરણ પૂર્ણ કર્યું છે અને હાલ વધારે વિતરણ ની કામગીરી ચાલી રહી છે ત્યારે ખરેખર કોરોનાની મહામારી મા લોકોને આપણે કેવી રીતે મદદ રૂપ બનીએ તેવા વિચારો સાથે આ વિચાર આવ્યો કે આયુર્વેદ દવા છે તે કોરોનાને નાથી શકે તેમ છે જેથી અમો અમારુ એક ટ્રસ્ટ દ્વારા આયુર્વેદ દવા નુ કાચુ મટીરીયલ અને મીથીલીન ની બોટલો નુ વિતરણ કરી રહ્યા છીએ.

dukhd 14 આ વેપારીએ પોતાના પંથકને કોરોના મુક્ત કરવાનું ઝડપ્યું બીડું, ઉકાળા અને મીથીલીનનું કરી રહ્યા છે વિતરણ

કોરોનાની મહામારી મા અનેક લોકો અને સામાજિક સંસ્થાઓ બહાર આવી છે અને ભોજન, ફુટ વિતરણ, ઓક્સિજન સહિતની સેવાઓ કરી રહ્યા છે ત્યારે ઢસા ગામે જે આ ગ્રુપ છે અને પાવરા પરીવાર છે તે જે આરીયુવેદ દવા તેમજ ઉકાળા બનાવવાનુ કાચુ મટીરીયલ ના પેકેટ તેમજ મીથીલીન ની બોટલો નુ જે ઢસા ગામમા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પોતેજ જઈને મફત ઘરે ઘરે વિતરણ કરી રહ્યા છે જે એક સારી સેવા છે અને ખરેખર આ ગ્રુપ અને પાવરા પરીવાર ને ઘનયવાદ દેવા ઘટે