ગંભીર આક્ષેપ/ સુરત જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં EVMની હેરાફેરીનો આક્ષેપ થતાં ખળભળાટ,બસપા દ્વારા કલેકટરને આવેદન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એક પછી એક શહેરોમાં ઈવીએમને લઈને વિવાદો સામે આવી રહ્યા છે.જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું ગઈકાલે શાંતિપૂર્ણ રીતે

Gujarat
surat elegation સુરત જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં EVMની હેરાફેરીનો આક્ષેપ થતાં ખળભળાટ,બસપા દ્વારા કલેકટરને આવેદન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એક પછી એક શહેરોમાં ઈવીએમને લઈને વિવાદો સામે આવી રહ્યા છે.જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું ગઈકાલે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. કોઈ પણ વાદ વિવાદ વગર થયેલા મતદાનના અંતે રાત્રિના સમયે વોર્ડ નંબર 29- વડોદ ભેસ્તાનના લગભગ 42-45 જેટલા ઈવીએમ મશીનની હેરાફેરી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. રાત્રિના સમયે એસવીએનઆઈટી ખાતે થતી ઈવીએમની હેરાફેરીને બસપા(બહુજમ સમાજ પાર્ટી)એ ઝડપી પાડી હોવાના વાઈરલ વીડિયો સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જેમાં બસપાના નેતાઓએ કહ્યું કે, સામેનો પક્ષ હાર ભાળી જતાં આ કાવત્રું ઘડવામાં આવ્યું હતું. જેથી અમે ક્લેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી છે.

Raid / કોંગ્રેસના માલામાલ MLAના ઠેકાણા પર આવકવેરાની રેડ, MP અને મહારાષ્ટ્રમાં જંગી કાળું નાણું ઝડપાયું

રાત્રે ઈવીએમ ફેરવવા અંગે તથા સ્ટ્રોંગ રૂમ ખોલવા અંગે અધિકારીઓને સવાલો કરાયા હતાં.

Supreme Court / બેંકોના લોકર મુદ્દે શું કહ્યું સુપ્રીમ કોર્ટે વાંચો સમગ્ર અહેવાલ

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે બહુજન સમાજ પાર્ટીના સુરત શહેર મહામંત્રી રમેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 29 ના રાત્રે 2:30 વાગ્યે 42 EVM ફેરબદલ કરતા અધિકારીઓને રંગે હાથ પકડી પાડ્યાં હતાં. આટલા વાગ્યે આ અધિકારીઓ શા માટે મશીન બદલવા ગયા હતાં. સ્ટ્રોંગરૂમ શા માટે ખોલવામાં આવ્યાં તે અંગે અધિકારીઓ પાસે કોઈ જ જવાબ નહોતા. જેથી અમે આજે ન્યાયની માંગ સાથે ક્લેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે.આ બાબત સામે આવ્યા બાદ છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જાણે એક પછી એક કોથળામાંથી બિલાડાઓ નીકળી રહ્યા છે તે પ્રકારનું ચિત્ર ઉપસી રહ્યું છે.

રાત્રે અઢી વાગ્યે સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમની હેરાફેરી થઈ હોવાનો બસપાએ વીડિયો વાઈરલ કર્યો છે.

Corona / ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પાડોશી રાજ્યોથી આવતા લોકોનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર થશે સ્ક્રિનિંગ

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન પૂરું થયા બાદ SVNIT ના EVM મશીન સ્ટોરેજ રૂમમાંથી 42-45 જેટલા મશીનો બહાર કાઢી ગોલમામ કરાઈ હોવાનું કહેતા બીએસપીના મહામંત્રીએ કહ્યું કે, રાત્રે અઢી વાગે SVINT ના સ્ટ્રોંગ રૂમમાંથી EVM મશીન બહાર કાઢતા BSP ના કાર્યકર્તાઓએ વીડિયો પણ બનાવી વાઇરલ કર્યો છે. વડોદ-ભેસ્તાનના વોર્ડ . નંબર 29 ના ઉમેદવારોની હાર જોઈ વિજય બનાવવાનું કાવત્રું ઘડી સ્ટોગ રૂમમાંથી EVM મશીનો બદલવામાં આવ્યા હોવાનું લાગી રહ્યું છે. જેથી ક્લેક્ટર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી અમે માંગ કરીએ છીએ.સ્ટ્રોંગ રૂમ રાત્રે ખોલનાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. રાત્રે આ અધિકારીઓએ કોના કહેવાથી અને શા માટે ઈવીએમ મશીનના રૂમ ખોલ્યા તે અંગે પણ તપાસ થવી જોઈએ. એક તરફ સામાન્ય લોકોને મતાધિકારથી વંચિત માત્રે એકાદ ડોક્યુમેન્ટ ન હોય તો રાખવામાં આવ્યા હતાં ત્યારે મતાધિકારનો જેણે ઉપયોગ કર્યો છે તેવા મતદાતાના વિશ્વાસના પ્રતિક એવા ઈવીએમ સાથે ચેડાં થયા હોવાની આશંકા હોવાથી પગલાં લેવા ક્લેક્ટરને આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે.

Political / રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો, આ કારણથી એકસાથે 19 આગેવાનો સસ્પેન્ડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…