સુરત/ 4 કરોડના ખર્ચે બનેલું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન, મુસાફરોને વેઠવો પડે છે હાલાકીનો સામનો

110 કરોડના ખર્ચે RNB વિભાગ સુરતના કડોદરા ખાતે અંડર પાસ બનાવી રહ્યું છે પરંતુ 4 કરોડના ખર્ચે બનેલ એસ.ટી બસ સ્ટેશન માટે કોઈ કટ કે ડાયવરઝન આપવાનું ભૂલી જતા બસ સ્ટેશન શોભના ગાંઠિયા સમાન જોવા મળ્યું.

Gujarat Surat
4 કરોડના ખર્ચે
  • આ છે કડોદરાનું 4 કરોડના ખર્ચે બનેલું બસ સ્ટેશન
  • સુરતથી બારડોલી તરફ જતી બસો એકપણ આવતી નથી
  • શોભાના ગાંઠિયા સમાન બની બેઠું છે આ સ્ટેશન

110 કરોડના ખર્ચે RNB વિભાગ સુરતના કડોદરા ખાતે અંડર પાસ બનાવી રહ્યું છે પરંતુ 4 કરોડના ખર્ચે બનેલ એસ.ટી બસ સ્ટેશન માટે કોઈ કટ કે ડાયવરઝન આપવાનું ભૂલી જતા બસ સ્ટેશન શોભના ગાંઠિયા સમાન જોવા મળ્યું. કડોદરા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું 4 કરોડના ખર્ચે આ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.

Untitled 29 7 4 કરોડના ખર્ચે બનેલું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન, મુસાફરોને વેઠવો પડે છે હાલાકીનો સામનો

શરૂઆતમાં તો આ બસ સ્ટેશનમાં એક બસ આવેને બીજી જાય પરંતુ જ્યારે કડોદરાને વધારે વિકાસ તરફ લઈ જવા માટે 110 કરોડના ખર્ચે અંડર પાસ બનાવામાં આવી રહ્યો છે ત્યારે 1 વર્ષ કરતા પણ વધુનો સમય આ અંડર પાસને બનાવતા બનાવતા વીતી ચુક્યો છે. જ્યારે RNB વિભાગ દ્વારા આ 110 કરોડના ખર્ચે અંડર પાસતો મંજુર કરાવી કામ શરૂ કરી દીધું પરંતુ બસ સ્ટેશનની અંદર જવા માટે બસો માટે કોઈ કટ કે ડાયવર્ઝન આપવાનું જ RNBના અધિકારીઓ ભૂલી ગયા જેથી બસ સ્ટેશનની અંદર સુરતથી બારડોલી તરફ જતી તમામ બસો બારોબાર જ જતી રહે છે જેને લઈને બસ સ્ટેશનમાં પ્લેટ ફોર્મ 1 થી 5 સુધીમાં કાગડા ઉડતા હોય તેવું દેખાઈ આવે છે.

Untitled 29 8 4 કરોડના ખર્ચે બનેલું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન, મુસાફરોને વેઠવો પડે છે હાલાકીનો સામનો

હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે ત્યારે ભરખમ તાપમાં મુસાફરો બહાર ઉભા રહીને બસની રાહ જોવે છે પરંતુ બસ ઉપરથી જ હાઉસફુલ થઈને આવે છે.મુસાફરોને તડકામાં ઉભા રહીને કલાકો સુધી બસની રાહ જોવી પડે છે કોઈ વિધાર્થી,તો કોઈ નોકરિયાત વર્ગ ક્યાં તો કોઈ દર્દી તરીકે બસની રાહ જોઈ જોઈને છેલ્લે ખાનગી વાહનોમાં ડબલ ભાડા સાથે મુસાફરી કરવા મજબુર બને છે તેમજ જો બસ મળે તો જીવ ના જોખમે મુસાફરો મુસાફરી કરતા નજરે ચડે છે.

Untitled 29 4 કરોડના ખર્ચે બનેલું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન, મુસાફરોને વેઠવો પડે છે હાલાકીનો સામનો

ફાઇનલ વિઓ : RNB વિભાગે જ્યારે અંડર પાસનું કામ શરૂ કરવાનું હતું ત્યારે એસ.ટી બસ સ્ટેશનની અંદર બસને જવા માટેની સુવિધા જ કેમ ભુલાય ગઇ ? તેવા અનેક સવાલો અહીં ઉભા થાય છેઅંડર પાસનું કામતો હવે થોડા જ મહિનાઓમાં પૂર્ણ થઈ જશે પરંતુ બસની સમસ્યાનો અંત ક્યારે આવશે કે પછી કાયમ માટે મુસાફરોને તકલીફ વેઠવી પડશે?

આ પણ વાંચો:શ્વાનના કારણે બાઇક ચાલકનો અકસ્માત, ડરામણા CCTV આવ્યા સામે

આ પણ વાંચો:ગુજરાતમાં H3N2 ના નોંધાયા ત્રણ કેસ, સ્વાઈન ફ્લૂના 77 કેસ, એકનું મોત

આ પણ વાંચો:અંબાજીમાં ચિક્કીનો જ પ્રસાદ ચાલુ રહેશે, ઋષિકેશ પટેલે આપ્યું કારણ

આ પણ વાંચો:કેશિયરની ‘કારીગરી’, ગોલ્ડ લોન લેનારા ગ્રાહક અને બેંક સાથે કરી છેતરપિંડી