Not Set/ રોજના માત્ર ૪ રૂ. ખર્ચો, આ ગંભીર બીમારી સામે લડવા માટે તમને મળશે ૨૦ લાખ રૂપિયા

નવી દિલ્હી, દેશભરમાં કેન્સરને એક ગંભીર બીમારી તરીકે ઓળખવામાં આવે છે અને આ બીમારીના કારણે દેશમાં લાખો લોકોના મૃત્યુ પામતા હોય છે. દ્દ્શના દેશના સામાન્ય લોકો ઉપરાંત બોલીવુડના કલાકારો પણ આ બીમારીના સિકંજામાં આવી ચુક્યા છે. બોલીવુડના કલાકારોમાં સોનાલી બેન્દ્રે, ઈરફાન ખાન તેનજ ક્રિકેટર યુવરાજ સિંહ સહિતના અનેક સેલિબ્રિટી આ બીમારીનો ભોગ બન્યા છે. આ […]

Business
hdfc life રોજના માત્ર ૪ રૂ. ખર્ચો, આ ગંભીર બીમારી સામે લડવા માટે તમને મળશે ૨૦ લાખ રૂપિયા

નવી દિલ્હી,

દેશભરમાં કેન્સરને એક ગંભીર બીમારી તરીકે ઓળખવામાં આવે છે અને આ બીમારીના કારણે દેશમાં લાખો લોકોના મૃત્યુ પામતા હોય છે. દ્દ્શના દેશના સામાન્ય લોકો ઉપરાંત બોલીવુડના કલાકારો પણ આ બીમારીના સિકંજામાં આવી ચુક્યા છે.

બોલીવુડના કલાકારોમાં સોનાલી બેન્દ્રે, ઈરફાન ખાન તેનજ ક્રિકેટર યુવરાજ સિંહ સહિતના અનેક સેલિબ્રિટી આ બીમારીનો ભોગ બન્યા છે. આ બીમારીની સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ત્યારે આ ગંભીર બીમારીના સારવાર માટે કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા કેન્સર પ્રોટેકશન સ્કીમ પ્લાન બનાવવામાં આવ્યો છે.

say no to cancer રોજના માત્ર ૪ રૂ. ખર્ચો, આ ગંભીર બીમારી સામે લડવા માટે તમને મળશે ૨૦ લાખ રૂપિયા

આ જ કેન્સર પ્રોટેકશન સ્કીમ હેઠળ તમારે રોજ માત્ર ૪ રૂપિયા ખર્ચ કરવા પડશે અને કેન્સરની બીમારીની સારવાર માટે ૨૦ લાખ રૂપિયા મળશે. આ ઓફર આપી રહી છે HDFC લાઈફ.

HDFC લાઈફ કેન્સર પ્લાન હેઠળ તમારે રોજના માત્ર ૪ રૂપિયા ખર્ચ કરવા પડશે. બેંક દ્વારા જણાવ્યા અનુસાર, આ બીમારીથી બચવા માટે ૨૦ લાખ રૂપિયાનું કવર તમને મળશે.

HDFCની વેબસાઈટમાં જણાવ્યા અનુસાર, “આ પ્લાન હેઠળ તમને ત્રણ પોલીસી મળશે જેમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટીનિયમ શામેલ છે અને આ શ્રેણી મુજબ પ્રીમિયમ પણ અલગ – અલગ છે.

આ પ્લાન હેઠળ રોજના ૪ રૂપિયા આપીને ૨૦ લાખ રૂપિયાનું કવર લેવા માટે તમારે ૩૫ વર્ષ સુધીના પુરુષને ૧૪૧૧ રૂપિયા વાર્ષિક પ્રીમિયમ ભરવું પડશે. આ કવર ૧૦ વર્ષ માટે હશે અને તે સિલ્વર ઓપ્શન હેઠળ તમને મળશે.