Political/ સી. આર.પાટીલનો હુંકાર, નિયમો અનુસાર જ ટીકીટની વહેચણી કરવામાં આવી છે, સહુએ નિયમોને આવકાર્યા છે

સી. આર.પાટીલનો હુંકાર, નિયમો અનુસાર જ ટીકીટની વહેચણી કરવામાં આવી છે, સહુએ નિયમોને આવકાર્યા છે

Gujarat Others
diamo0nd 10 સી. આર.પાટીલનો હુંકાર, નિયમો અનુસાર જ ટીકીટની વહેચણી કરવામાં આવી છે, સહુએ નિયમોને આવકાર્યા છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનીતીયારીઓ પુરબહારમાં ચાલી રહી છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કમલમ ખાતે હુકાર કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં બનાવેલા નિયમોને આધીન ટીકીટ ની વહેચણી કરવામાં આવી છે. અને કયક પણ કોઈનો વિરોધ નથી. બધાએ નિયમોને આવકાર્ય છે.

ઉત્તર પ્રદેશ / PM મોદીએ ચૌરી ચૌરા પર ટપાલ ટિકિટ જાહેર કરતાં, કહ્યું – ‘આગ પોલીસ સ્ટેશનમાં નહોતી, આગ લાગી હતી…

ભાવ વધારો / બજેટ બાદ જનતાને મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડર અને પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, 21મીએ મનપા અને 28મીએ પંચાયત અને પાલિકાની ચૂંટણીની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા કરી હતી. સ્થાનિક સ્તરે જઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 60 થી70 કાર્યકર્તાઓએ દરેક બેઠક પર ટિકિટ માગી હતી. 576 બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં તબક્કાવાર નામ જાહેર થશે. સાંજ સુધીમાં દરેક મનપાનુ લિસ્ટ મોકલી દેવાશે. આવતીકાલે તમામ ઉમેદવારો ફોર્મ ભરશે. કાલે 12:39 વાગ્યે તમામ ઉમેદવારો ફોર્મ ભરશે. કોરોના ગાઈડલાઈન પાલન સાથે ફોર્મ ભરશે.

ભાજપમાં ટીકીટ વહેચણીના નિયમો

ભાજપમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તે અંગે સી આર પાટીલે જણાવ્યું હતું કે, માજી મેયર, 60 વર્ષથી વધુ, ચૂંટાયેલા અને પદ ધરાવતાના સગાને ટીકીટ નહિ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને અનુસાર ટીકીટ ની વહેચણી કરવામાં આવી છે. લોકશાહી પદ્ધતિ, પારદર્શક અને શિસ્તબદ્ધ રીતે ઉમેદવારોનું ચયન કરાયું છે. કોઈએ વિરોધ નથી નોધાવ્યો. 50 ટકા બહેનો અને 50 ટકા ભાઈઓ ઉમેદવાર તરીકે પસન્દ કરાયા છે. બધી મનપા ભાજપ પાસે હતી. વિકાસના કાર્યો થયા છે. અન્ય રાજ્યોને ઈર્ષ્યા થાય તેવા કામ આને વિકાસ ગુજરાતમાં થયા છે. ફરી પ્રજા મત આપે તેવી અપીલ. સંગઠનમાં હોદા પર રહેલને ટિકિટ અપાશે તો તરત રાજીનામુ આપવું પડશે. એ જગ્યા તરત ભરી દેવાશે. યુવાનોને તક આપવા નિયમો બનાવ્યા છે. પાર્લામેન્ટ્રી બોર્ડમાં ચર્ચા કરી નિર્ણય લીધો છે. એન્ટી ઇન્કમબનસી ની વાત નથી. ચોક્કસ લોકોને જ ટિકિટ મળે તેવું ભાજપમાં નહિ બને તે સાબિત કર્યું છે. ભાજપનો કોઈ કાર્યકર્તા અન્ય પાર્ટીના સંપર્ક કરે તેમ ન બને, ભાજપ પાસે અનેક કાર્યકર્તાઓ છે. જનારા લોકોએ હસતા ગયા છે. નરેન્દ્ર મોદીની ભત્રીજીએ બોડકદેવમાં ટિકિટ માગી છે પણ સગાને ટિકિટ નહિ આપવાનો નિયમ તેને પણ લાગુ પડે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો