Not Set/ આસામમાં સ્થિતિ બેકાબુ, પૂરનાં કારણે અત્યાર સુધીમાં 89 લોકોનાં મોત

પૂર્વોત્તર રાજ્ય આસામમાં પૂરથી સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે અને 26 થી વધુ જિલ્લા પ્રભાવિત થયા છે. 22 જુલાઈ સુધી રાજ્યમાં પૂરને કારણે 89 લોકોનાં મોત નીપજ્યાં છે. આ માહિતી આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) દ્વારા આપવામાં આવી છે. એએસડીએમએ પૂરનાં અહેવાલ મુજબ બારપેટા, ડિબ્રુગઢ, કોકરાઝાર, તિનસુકિયા સહિતનાં અનેક જિલ્લાઓ બુધવાર સુધી પૂરથી […]

India
dce2b5075d3148eebd75c97e41d1fbcd 1 આસામમાં સ્થિતિ બેકાબુ, પૂરનાં કારણે અત્યાર સુધીમાં 89 લોકોનાં મોત

પૂર્વોત્તર રાજ્ય આસામમાં પૂરથી સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે અને 26 થી વધુ જિલ્લા પ્રભાવિત થયા છે. 22 જુલાઈ સુધી રાજ્યમાં પૂરને કારણે 89 લોકોનાં મોત નીપજ્યાં છે. આ માહિતી આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) દ્વારા આપવામાં આવી છે. એએસડીએમએ પૂરનાં અહેવાલ મુજબ બારપેટા, ડિબ્રુગઢ, કોકરાઝાર, તિનસુકિયા સહિતનાં અનેક જિલ્લાઓ બુધવાર સુધી પૂરથી પ્રભાવિત છે. આ સાથે, અસરગ્રસ્ત લોકોની સંખ્યા 26,31,343 છે.

642581519b50260dabd266fb1944d678 1 આસામમાં સ્થિતિ બેકાબુ, પૂરનાં કારણે અત્યાર સુધીમાં 89 લોકોનાં મોત

બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓનાં પાણીનાં સ્તરમાં વધારો થવાને કારણે 2,525 ગામો ફરી અસરગ્રસ્ત થયા છે. જેના કારણે 1,15,515.25 હેક્ટર પાકને અસર થઈ છે. પૂર્વ આસામ વન્યપ્રાણી વિભાગનાં વિભાગીય વન અધિકારીનાં જણાવ્યા અનુસાર, કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરને કારણે અત્યાર સુધીમાં લગભગ 120 પ્રાણીઓનાં મોત નીપજ્યાં છે. વળી 147 ને બચાવવામાં આવ્યા છે. કાઝીરંગામાં પૂરનાં કારણે અહીંનાં ઘણા પ્રાણીઓ રસ્તાઓ પાર કરીને ઉંચા સ્થળો તરફ જતા જોવા મળ્યા છે. આ સાથે, 391 રાહત શિબિરો દ્વારા અત્યાર સુધી 45,281 લોકોને મદદ કરવામાં આવી છે.

9aae978c112760f762511f00787d2cf5 1 આસામમાં સ્થિતિ બેકાબુ, પૂરનાં કારણે અત્યાર સુધીમાં 89 લોકોનાં મોત

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ (એસડીઆરએફ), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), સર્કલ ઓફિસ અને સ્થાનિકોએ અત્યાર સુધીમાં 452 લોકોને બચાવ્યા છે. પાણીનાં વધતા સ્તરને કારણે રાજ્યમાં મકાનો, રસ્તાઓ, પુલો સહિત અનેક ચીજોને મોટું નુકસાન થયું છે. બુધવારે જ કેન્દ્ર સરકારે પૂર વ્યવસ્થાપન કાર્યક્રમ (એફએમપી) યોજનાનાં પ્રથમ તબક્કા હેઠળ 346 કરોડ રૂપિયાની રાહતની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.